ભુજ, તા. 1 : આંતર જિલ્લા અંડર 19 વન-ડે
ક્રિકેટ ટૂર્નામેન્ટની રોમાંચક મેચમાં કચ્છ ક્રિકેટ એસોસિયેશન ભુજ ટીમની
સુરેન્દ્રનગર રૂરલ સામે છ રનથી રોમાંચક જીત થઈ હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન
આયોજિત આંતર જિલ્લા અંડર 19 વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટની સુરેન્દ્રનગર ખાતે
રમાયેલી મેચમાં ઊંઈઅ ભુજ ટીમની સુરેન્દ્રનગર રૂરલ ટીમ સામે છ રને જીત થઈ હતી. ટોસ
જીતીને ઊંઈઅ ભુજ ટીમે બાટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઊંઈઅ ભુજ ટીમએ પ્રથમ બાટિંગ
કરતાં સ્પિનરને મદદ કરતાં ટર્નિંગ ટ્રેક પર 34.4 ઓવરમાં 9 વિકેટના
નુકસાને 150 રનનો
સ્કોર કર્યો હતો. કચ્છની ટીમ તરફથી મહિપાલાસિંહ જાડેજાએ 68 બોલમાં
63 રન, પૃથ્વી દાવડાએ 44 બોલમાં 34 રનએ પ્રથમ વિકેટ માટે 78 રન
જોડ્યા હતા. પરંતુ ત્યારબાદ સ્પિન થતી પીચ પર ઊંઈઅ ભુજ ટીમના અન્ય કોઇ પણ બેટ્સમેન
જામી ન શકતાં સમગ્ર ટીમ માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સુરેન્દ્રનગર રૂરલ તરફથી
જીમિત રાઠોડએ ત્રણ વિકેટ લીધી હતી.
સ્કોરનો પીછો કરવા ઊતરેલી સુરેન્દ્રનગર રૂરલ ટીમ કચ્છની સ્પિન બાલિંગ
આક્રમણ સામે 36.1 ઓવરમાં
144 રનમાં
ઓલ આઉટ થઈ જતાં કચ્છ ટીમનો છ રનથી વિજય થયો હતો. ઊંઈઅ ભુજ વતી પ્લેયર ઓફ ધ મેચ હેમ
ગણાત્રાએ આઠ ઓવરમાં બે મેડન ઓવર સાથે ત્રણ વિકેટ અને નિકુંજ પિંડોરિયાએ આઠ ઓવરમાં
બે મેડન સાથે માત્ર 13 રન આપી બે વિકેટની કરકસર બાલિંગ કરી હતી.
સુરેન્દ્રનગર રૂરલ ટીમ એક સમયે 106 રનમાં જ આઠ વિકેટ ગુમાવી દીધી હતી.પરંતુ નવમી
વિકેટની 38 રનની
ભાગીદારી થતાં સ્કોર 144 રન પહોંચતાં મેચ પાછી રોમાંચક બની હતી, પરંતુ હેમ ગણાત્રાએ પોતાના સ્પેલની અંતિમ ઓવરમાં સુરેન્દ્રનગર રૂરલની નવમી
વિકેટની ભાગીદારી તોડી ઊંઈઅ ભુજ ટીમને મેચમાં પાછી લાવી દીધી હતી, ત્યારબાદ 144 રનના સ્કોરે જ રિશી પટેલએ ફૈઝાન સિપાઈને 22 રનએ
ક્લીન બોલ્ડ કરતાં ઊંઈઅ ભુજ ટીમની છ રનથી રોમાંચક જીત થઈ હતી. સમગ્ર ટીમને કચ્છ
ક્રિકેટ એસોસિયેશનના હોદ્દેદારો તેમજ સિલેક્ટરોએ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટીમ
સાથે કોચ મહેશભાઈ પંડ્યા અને ટીમ મેનેજર તરીકે અમિતભાઈ રાઠોડએ સેવા આપી હતી.