• મંગળવાર, 02 જૂન, 2026

સી.એ.ના અભ્યાસક્રમમાં નોંધપાત્ર ફેરફારની તૈયારી

ભુજ, તા. 1 : ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા આગામી સમયમાં સી.એ.ના અભ્યાસક્રમમાં નોંધપાત્ર ફેરફાર કરવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. આઈસીએઆઈ દ્વારા ઘડવામાં આવી રહેલા આ મહત્ત્વનાં આયોજન અંતર્ગત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સર્વક્ષેણનો મહત્તમ ઉપયોગ કરી ભારતમાં સી.એ.ના કોર્સમાં ટકાઉપણું લાવવાનો મુખ્ય ઉદ્દેશ છે. શિક્ષાણ અને તાલીમ કાર્યક્રમના અમીલકરણ  માટે ગઠિત કમિટીએ વર્તમાનમાં જારી સી.એ.ના અભ્યાસક્રમનું આકલન કરવા સાથે જરૂરી તાલીમ, કૌશલ્યવર્ધન અને પરીક્ષા પદ્ધતિનું મૂલ્યાંકન કરી નવા અભ્યાસક્રમ માટે પોતાની ભલામણો ડિસેમ્બર, 2026 સુધી આપી દેશે. સી.એ.ના નવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસને વધુ આધુનિક અને વ્યવહારુ બનાવવા સુધારા લાગુ કરાયા છે. આર્ટિકલશિપનો ઘટાડો ત્રણ વર્ષથી ઘટાડી બે વર્ષનો કરવા, ફાઈનલ પરીક્ષાના પેપરની સંખ્યા ઘટાડવા, કેટલાક વિષયો માટે સેલ્ફ પેસ્ટ મોડયુઅલ દાખલ કરવા સહિતના મહત્ત્વના સુધારા કરવામાં આવ્યા છે. આઈસીએઆઈ દ્વારા એવો ઉદ્દેશ દેખાડવામાં આવ્યો છે કે, આ સુધારા થકી વિદ્યાર્થીઓનો સી.એ.નો અભ્યાસ વધુ વ્યવહારુ અને આધુનિક બનશે.

Panchang

dd