દયાપર
(તા. લખપત), તા. 1 : લખપત
તાલુકાના નરા ગામે આવેલા મા ગ્રુપ, ચેરિટેબલ
ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં નવા બનેલા `ગૌઘર'નું ઉદ્ઘાટન સંત, અગ્રણીઓના હસ્તે કરાયું હતું. આ
પ્રસંગે કાર્યક્રમનું દીપપ્રાગટય કરતાં ચંદુમાએ ગાયમાતાની સેવા કરવી તે ઉતમ ધર્મ
લેખાવતાં કહ્યું હતું કે, ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો મળવો
જોઈએ, ગાયમાતાનું પૂજન કરો પણ ભરપેટ ખાવાનું મળે તેવી
વ્યવસ્થા પણ જરૂરી છે. છેવાડાના વિસ્તારમાં ગૌસેવા થાય તે સરાહનીય હોવાનું આશીર્વચનમાં
કહ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લખપત તાલુકામાં
વિકાસલક્ષી કાર્યો ખૂબ થયાં છે. હજુ ઘણા વિકાસકામો થશે. નર્મદાનું પાણી આવનારા
દિવસોમાં અહીં સુધી જરૂર આવશે અને સૂકા લખપત તાલુકાને નર્મદાનો લાભ મળશે તેવું
જણાવ્યું હતું. કાર્યક્રમની માહિતી આપતાં દીપકભાઈ રેલોને અને ભરતભાઈ બારૂએ કહ્યું
હતું કે, છેલ્લા 12 વર્ષથી નાનાપાયે ગૌશાળાનો
પ્રારંભ કરાયો હતો. હાલમાં 400 જેટલા તો નંદી ગૌશાળામાં છે. ગૌમુક્તિધામ, ગોડાઉન, પાણીના ટાંકા, પક્ષીઘર
સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. હજુ વધારે ગૌઘર બનાવવાની ચર્ચા ચાલુમાં છે.
કાર્યક્રમના પ્રારંભે ગૌઘરનું ઉદ્ઘાટન ચંદુમા ગ્રુપના પ્રમુખ, સ્થાનિક અગ્રણીઓ વિગેરેના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે તા.પં. પૂર્વ
ઉપપ્રમુખ રાજુભાઈ સરદાર, અગ્રણી મેઘજી બલિયા, પુનિત ગોસ્વામી, જેતમાલજી જાડેજા, વિક્રમસિંહ સોઢા, મોડ જાફર સુમરા, જિજ્ઞેશ દૈયા, પ્રતાપ રાયમંગ્યા, રમેશ રૂપારેલ, અશ્વિનભાઈ ચંદન, અરવિંદ ગોહીલ, માવજીભાઈ બારિયા, પૂર્ણિમાબેન બારૂ, ભારતીબેન ઠક્કર, રમેશભાઈ બારૂ, ચાંપશીભાઈ આઈયા, હિતેશ આથા, હરીશ કોઠારી, દીપાબેન
બારૂ, હરેશ ઠક્કર, દર્શનાબેન દૈયા,
જયેશ ઠક્કર, મનુભા જાડેજા, ટ્રસ્ટીઓ હરેશભાઈ આઈયા, નીતિનભાઈ પાંધી, ભરત બારૂ, કીર્તિભાઈ ઠક્કર, સમીર
પલણ, લોહાણા મહાજન પ્રમુખ સુરેશભાઈ ઠક્કર, નીતિન ઠક્કર, કિશોરભાઈ ચોથાણી, છગનલાલ ઠક્કર, જયેશ ચંદારાણા, હરેશ
આઈયા વિગેરે હાજર રહ્યા હતા. આનંદ સરસ્વતીજીએ આશીર્વચન આપ્યા હતા.