• મંગળવાર, 02 જૂન, 2026

પીજીવીસીએલ અંજાર અને ભુજ સર્કલ સ્ટાફઘટ સહિતના મુદે થયુ મનોમંથન

અંજાર, તા. 1 : શહેરમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની બેઠકમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ સર્કલના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. અંજારમાં ભા.જ.પ.ગુજરાત પ્રદેશ ના ઊપ્રમુખ તેમજ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ ભરતભાઈ પંડ્યાનું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ પરિવાર દ્વારા સંઘના સિનિયર કાર્યકારી પ્રમુખ અને ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી વાસણભાઇ આહિર ની ઉપસ્થિતિમાં વિશેષ સન્માન કરાયુ હતું. જેમાં ટીમ અંજાર ના ગોપાલભાઈ માતા, રાજુભાઈ શાહ, વિક્રમ ભાઈ આહીર, ભરતભાઈ પરમાર, વિકમાસિંહ પરમાર, અજીતાસિંહ જાડેજા, સુનીલભાઈ ભોજક ,વિનોદભાઈ ડોડીયા, વાલજીભાઈ મંરડ, સુરપાલાસિંહ જાડેજા, હિતેશપુરી ગૌસ્વામી, રાજુભાઈ સોલંકી વગરે જોડાયા હતા. સંઘના પ્રવર્તમાન પ્રશ્નો અને સંગઠનને લગતી ચર્ચાઓ ઉપરાંત કચ્છ પીજીવિસીએલ ના અંજાર અને ભુજ સર્કલને ઘણા લાંબા સમયથી કનડતા જુનિયર આસિસ્ટન્ટની લાંબા સમયથી ખાલી પડેલી 250 જેટલી ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માંગ કરાઈ હતી. કચ્છ જિલ્લાની ભૌગોલિક વિશાળતા તેમજ સરહદી વિકાસશીલ જિલ્લા ની ઝડપી ઔધોગિક પ્રગતિ થકી કંપની ને  કમાણી દ્રષ્ટીએ બીજા નંબરે કરી આપતું સર્કલ હોવા છતાં સતત થઈ રહેલા અન્યાય હોવાની લાગણી વ્યકત કરાઈ હતી. શિક્ષણ વિભાગની માફક કચ્છ જિલ્લાને ખાસ કિસ્સા માં સ્થાનિક ભરતી અથવા 10 વર્ષના બોન્ડ લઇને ભરતી થાય તેવી સરકારશ્રી મા રજૂઆત કરવા ભાર મુકાયો હતો.

Panchang

dd