• મંગળવાર, 02 જૂન, 2026

પર્યાવરણનું જતન-સંરક્ષણ કરવું સૌની સહિયારી જવાબદારી

ભુજ, તા. 1 : ભાવિ પેઢીને સ્વચ્છ, હરિત અને સંતુલિત પર્યાવરણ મળી રહે તેવા ઉદ્દેશ સાથે કચ્છમિત્ર અને હોમ્સ ઈન ધ સિટી દ્વારા સંયુક્ત ઉપક્રમે ઊજવાનાર પર્યાવરણ સપ્તાહની ઉજવણીનો ચિત્ર-નિબંધ સ્પર્ધા સાથે પ્રારંભ થયો છે. પર્યાવરણનું જતન કરવું સૌની સહિયારી જવાબદારી હોવાનો સૂર વ્યક્ત કરાયો હતો. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા નાગરિકોને સક્રિય રીતે જોડવાની નેમ સાથે થનારી ઉજવણીના પ્રથમ દિવસે ભુજના મહાદેવ નાકે આવેલા પેન્શનર્સ ઓટલા ખાતે ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ અવરસે હોમ્સ ઈન ધ સિટીના સ્ટીયરિંગ મેમ્બર અરૂણ વચ્છરાજાની, ડાયરેકટર અસીમ મિશ્રા તેમજ એચઆઈસીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બન્ને સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ અન્ય નાગરિકો જોડાયા હતા. નિબંધ સ્પર્ધામાં 20 વર્ષથી નીચેની વયજૂથમાં પ્રાચી પરમાર, સોની જૈમીની, કલ્પેશ ગોર, ખુશી નિમેષભાઈ તો 20 વર્ષથી ઉપરના વયજૂથમાં પૂજા ભરત સોની, સાલેહા કુલસુમ અનવર મેમણ તથા પ્રિયા વિનય જોબનપુત્રા વિજેતા થયા હતા. ચિત્ર સ્પર્ધામાં 20 વર્ષથી નીચેના વયજૂથમાં જેની જિગર મહેતા, દેવ્યાની કે. સોયા અને મેહરીન કુરેશી, તો 20 વર્ષથી ઉપરના વયજૂથમાં સોની ચાર્મી જગદીશભાઈ, કટારા કાર્તિક ચૂનીલાલ અને સોની જય મહેશભાઈ વિજેતા બન્યા હતા. નિબંધ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મદનકુમાર અંજારિયા `ખ્વાબ' અને કોમલબેન ઠક્કર જ્યારે ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે ઈના મહેતા કંસારા અને કિરણબેન સુથારે સેવા આપી હતી. સંચાલન જય અંજારિયાએ સંભાળ્યું હતું. આ સમગ્ર આયોજનમાં ભુજ નગરપાલિકા, રોટરી કલબ ઓફ ભુજ ફ્લેમિંગો, ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસિટી, વ્હાઈટ ઈગલ સાઈકલિંગ ગ્રુપ, સન્માન ફાઉન્ડેશનના મલ્હાર કેમ્પિંગ અને સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે ભુજ બ્લોગર્સનો સહયોગ મળ્યો હતો. વ્યવસ્થા યુએફએફ ટીમના નયના ચારણિયા, કરીશ્મા સવાણી, દીપાલી પંચોલી, રીજાન એટીએ સંભાળી હતી.

હવે પછી યોજાનાર કાર્યક્રમ

પર્યાવરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત બીજી જૂને વિશેષ વર્કશોપ, ત્રીજી જૂને મેગા સાયકલોથોન, 4 જૂને પર્યાવરણ સંરક્ષણ વિષયક નિષ્ણાતોનાં માર્ગદર્શન સત્રો, 5 જૂને રોપા વિતરણ, 7 જૂને ટપકેશ્વરી ટ્રેકિંગ અને ક્લીનિંગ ડ્રાઈવ જેવા કાર્યક્રમ યોજાશે.

Panchang

dd