• સોમવાર, 01 જૂન, 2026

માધાપરની શાળાના આચાર્ય `દ્રોણા એવોર્ડ-2026'થી સન્માનિત

માધાપર (તા. ભુજ), તા. 31 : મોડેલ સ્કૂલ માધાપરના આચાર્યને શિક્ષણ ક્ષેત્રે કરેલા અભૂતપૂર્વ કાર્યો અને શાળાના સર્વાંગી વિકાસ માટે પ્રતિષ્ઠિત `દ્રોણા એવોર્ડ-2026' એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારંભના મુખ્ય અતિથિવિશેષ અને રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટના હસ્તે આચાર્ય વિજયકુમાર કાલરિયાને એવોર્ડ અને પ્રશસ્તિપત્ર આપીને વિશિષ્ટ સન્માન કરાયું હતું. હર્ષની લાગણી વ્યક્ત કરતાં આચાર્યશ્રી કાલરિયાએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ માત્ર મારો નથી, પરંતુ સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ છે. તેમણે જિલ્લાની શિક્ષણ કચેરી દ્વારા અપાતા માર્ગદર્શન અને સહયોગની પ્રશંસા કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારનો આભાર માન્યો હતો. શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી. 

Panchang

dd