આદિપુર, તા. 31 : અહીંના સિંધોલોજીના પ્રાંગણમાં
સિંધી ભાષાના સાત સદ્ગત સિંધી કવિઓની રચનાઓના વાંચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દિવસો-દિવસ લુપ્ત થતી જતી સિંધી ભાષાને જાળવી રાખવા આ પ્રકારના કાર્યક્રમો યોજવા ઉપર ભાર મુકાયો હતો. સિંધી પદ્યના વારસાને આગળ ધપાવવાના આ પ્રથમ પ્રયાસમાં શ્રોતાઓનો ભારે પ્રતિસાદ મળ્યો હતો. ડો. જિયા શહાણીએ ઈંદર જેઠાનંદ ભોજવાણી `ઈન્દ્ર',
હર્ષા મુલચંદાણીએ પ્રો. હરિ ગુરડિનોમલ દરિયાણી `િદલગીર',
મહેશ ખિલવાણીએ પ્રભુ જોતુમલ છુગાણી `વફા',
હિના આસવાણીએ હુંદરાજ લીલારામ માણેક `દુ:ખાયલ',
મુકેશ તિલોકાણીએ પરસરામ હીરાનંદ સચાનંદાણી `િઝયા',
ઓકેશ ખત્રીએ લેખરાજ કિશનચંદ મિરચંદાણી `અઝીઝ',
સાહિબ બિજાણીએ કિશનચંદ ખત્રી `બેવસ' એમ સાત
સ્થાનિક સાહિત્યરસિકોએ સાત કવિની રચનાઓ રજૂ કરીને સમગ્ર વાતાવરણને કાવ્યમય બનાવ્યું હતું. આ રચનાઓમાં સિંધી પદ્યના વિભિન્ન
પ્રકારના ગઝલ, રબાઈ, ગીત, નઝ્મ વગેરેનો પ્રેક્ષકોએ આનંદ માણ્યો હતો. સાહિબ બિજાણીએ કાવ્ય વાંચન કરનારાઓ
અને ડો. હની ખિલવાણીએ મૂળ સદ્ગત કવિઓનો પરિચય આપ્યો હતો. અશોક માખીજા તથા પ્રવીણ સોમેશ્વર
સહિતનાએ આયોજનમાં સહકાર આપ્યો હતો.