• સોમવાર, 01 જૂન, 2026

મલ્ટિ અને સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પમાં 1500થી વધુ નિદાન

ભુજ, તા. 31 : ઘરઆંગણે જ નિષ્ણાત તબીબોની સેવાઓ મળી રહે તેવા હેતુ સાથે આરોગ્ય ક્ષેત્રે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બે અગ્રણી આરોગ્ય સંસ્થા મેઘબાઈ પ્રેમજી જેઠા ભુડિયા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (લેવા પટેલ હોસ્પિટલ) તેમજ કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માધાપરના નવાવાસ સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક શાળા ખાતે એક મલ્ટિ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી નિ:શુલ્ક નિદાન મેડિકલ કેમ્પમાં કુલ 12 વિભાગમાં 1033 દર્દીએ નોંધણી કરાવી હતી. કુલ 1506 કન્સલ્ટેશન વિભાગવાર નિદાન કરાયું હતું. કેમ્પના પ્રારંભે કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મુખ્ય દાતા કે. કે. પટેલ, દાતા ટ્રસ્ટી નાનાજીભાઈ પિંડોરિયા, મંત્રી મનજીભાઈ પિંડોરિયા, ટ્રસ્ટ ઉપપ્રમુખ ધનસુખભાઈ સિયાણી, રામજીભાઈ સેંઘાણી, ખજાનચી વિનોદભાઈ પિંડોરિયા, ટ્રસ્ટી વિનોદભાઈ પિંડોરિયા, ટ્રસ્ટી પુષ્પાબેન મેપાણી, કસ્તૂરબેન હીરાણી, નિમેષભાઈ વરસાણીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરાયું હતું. માધાપરના અગ્રણીઓ જયંતભાઈ માધાપરિયા, અરજણભાઈ ભુડિયા, કૌશલ્યાબેન માધાપરિયા, પારૂલબેન કારા, તુષારીબેન વેકરિયા, હરજીભાઈ માધાપરિયા, વેલજીભાઈ ભુડિયા, જાદવજીભાઈ હાલાઈ, રામજીભાઈ ગોરસિયા, પ્રવીણભાઈ ખોખાણી, દેવજીભાઈ દબાસિયા, મનજીભાઈ હીરાણી, રમેશભાઈ વોરા અને કાંતિભાઈ સાંખલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તબીબી કેમ્પમાં હાડકાના રોગો માટે ડો. આનંદ હીરાણી અને ડો. નીલ શાહ, સિનિયર ફિઝિશિયન ડો. મહાદેવ પટેલ, ડૉ. ઋગ્વેદ ઠક્કર, ડો. કરણસિહ સોઢા, ડો. પાર્થ રાઠવા, ચામડીના રોગો માટે ડો. ભક્તિ ઠક્કર, દાંતના રોગો માટે ડો. એકતા ઠક્કર, કાન-નાક-ગળાના રોગો માટે ડો. તન્મયી જતાનિયા, જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડો. અજય કલોત્રા અને ડો. વિવેક દેત્રોજા, ડો. સારિકા ધોળકિયા અને ડો. રિયા પટેલ, ન્યૂરો ફિઝિશિયન ડો. નીરજ બલાની, યુરોલોજી વિભાગમાં ડો. કૌશિક દરજીએ પર દર્દી, ન્યૂરો સર્જન ડો. તારેક ખત્રીએ 48 દર્દી, બાળરોગો માટે ડો. જેન્તીલાલ વરસાણી અને ડો. સાહિલ પટેલ, ડો. વિજય નાવડિયાએ 22 દર્દીઓનું નિદાન કર્યું હતું. દર્દીઓને પ્રથમ ફોલોઅપ નિ:શુલ્ક તેમજ રેડિયોલોજી (એક્સ-રે, સોનોગ્રાફી), લેબોરેટરી ટેસ્ટ અને ઓપરેશન પર વિશેષ રાહતો પણ જાહેર કરાઇ હતી. સીઈઓ ડો. મેહુલ કાલાવાડિયા, વહીવટી તંત્ર તેમજ મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ તથા માધાપર સમાજ જાગૃતિ મંચના કાર્યકર્તાના સહયોગથી કેમ્પ થયો હતો. કેમ્પના સહયોગી વિજયભાઈ પિંડોરિયા, યુવક સંઘના સભ્યો, હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમ, નિષ્ણાત તબીબો, નર્સિંગ સ્ટાફ, ટેકનિશિયનો, સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરાયો હતો. 

Panchang

dd