અંજાર, તા. 28 : ઉત્તરપ્રદેશના બરસાના ખાતે
ચીકસોલી ગામમાં કથા સ્થળ `રાસ મંડપ'માં
આગામી તા. 1થી વ્રજપ્રભા
ગ્રંથનો આગામી તા. 1થી આરંભ થશે. આ વેળાએ
વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. નિજાનંદ સંપ્રદાયના ગાદીપતિ અને
અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી
મહારાજના વ્યાસાસને મનોરથી
કર્માબેન રણછોડભાઈ રાધુભાઈ રાવત પરિવાર દ્વારા પારાયણ જ્ઞાન સપ્તાહનુ આયોજન
કરાયું છે. કથા તા. 1/06/26થી 07/06/26 સુધી સવારે 8.30થી 1 સુધી યોજાશે. આ અંતગર્ત તા. 01ના સવારે 9 વાગ્યે બરસાનામાં માતાજી ગૌશાળાથી પોથીયાત્રા
નીકળી કથા મંડપ સુધી પહોંચશે. કથાના મંગલાચરણ
બાદ પ્રારંભ કરવામાં આવશે, જેમાં યજમાન
રાવત પરિવાર દ્વારા પોથી પૂજન, ગુરુપૂજન કરવામાં આવશે. તા. 3ના રાધા મહારાણીનો જન્મોત્સવ ઊજવાશે તેમજ તા. 4ના
કૃષ્ણ જન્મોત્સવ ઊજવાશે તેમજ આ જન્મોત્સવ નિમિત્તે રાત્રિએ રાજસ્થાનના પ્રખ્યાત
શ્રી રાધે ઉપાસક ગોવત્સ વિઠ્ઠલજી ભજનિક સૂરો રેલાવશે. તા.5ના
ગોવર્ધન પૂજન કાર્યક્રમ અને સાંજે લલિતા સખીનીના જન્મસ્થળ ઊંચાગામ મધ્યે કચ્છના ગાયક નંદલાલ છાંગાના સૂરો સાથે રાસોત્સવ યોજાશે.
તા. 6ના
શ્રી રાધારાણી અને શ્રીકૃષ્ણનો વનવિવાહ ઉત્સવ ઊજવવામાં આવશે. ત્રિકમદાસજી મહારાજે
જણાવ્યું હતું કે, બરસાના ધામ મધ્યે મનોરથી માતુશ્રી કર્માબેન
રણછોડભાઈ રાધુભાઈ રાવત પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ શ્રી વ્રજપ્રભા ગ્રંથ પારાયણ જ્ઞાન
સપ્તાહમાં કચ્છ અને મુંબઇમાંથી 3000 કરતાં વધુ રસિકજનો ઉપસ્થિત
રહેશે. આ સપ્તાહમાં વિવિધ રાજકીય, સામાજિક
અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સંતો મહંતો ઉપસ્થિત રહેશે. આ આયોજનમાં મનોરથી પરિવાર દ્વારા વિવિધ તૈયારીઓને
આખરી ઓપ અપાઈ ચૂકયો છે. વિશેષમાં ત્રિકમદાજી મહારાજે જણાવ્યું હતું કે, રાધે મહારાણીની પવિત્ર ભૂમિ બરસાના
ધામમાં કથા રસપાન કરાવવું એ અમૂલ્ય અવસર છે.
સૌ રસિકજનોને આ પાવન કથાનો શ્રવણ લાભ લેવા
એક યાદીમાં અનુરોધ કરાયો છે.