• શુક્રવાર, 01 મે, 2026

નખત્રાણામાં આજથી લક્ષ્મીનારાયણ મંદિરનો ચતુર્થ દિવસીય અમૃત મહોત્સવ

નખત્રાણા, તા. 30 : અહીંના પશ્ચિમ કચ્છ વિભાગ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરના 50મા પાટોત્સવ-અમૃત મહોત્સવે ચતુર્થ દિવસીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મહિલા મંડળ સ્થાપનાની અસ્મિતાનું 25મું સિલ્વર જ્યુબિલી, યુવક મંડળનો અમૃત મહોત્સવ સહિત ત્રિવિધ મહોત્સવની ઉજવણી પ્રસંગે શોભાયાત્રા, સામાજિક સભા, સામાજિક-રાજકીય આગેવાનોની હાજરી, મહિલા-યુવક મંડળ દ્વારા યાદગાર કાર્યક્રમો, નામાંકિત કલાકારોનો ડાયરો, ધર્મસભા, સમાજની 2400 નિયાણીઓ તથા જમાઇઓનું સન્માન, દાતાઓના સન્માન, વડીલ વંદના, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. નૂતન સમાજવાડી-જાડાય રોડ મધ્યે આયોજિત મહોત્સવમાં પ્રથમ દિવસે આવતીકાલે તા. 1ના સવારે 6થી ધ્વજારોહણ, હોમ-હવન, શોભાયાત્રા, બપોરે 3.30 કલાકે સામાજિક સભા, મા. મુખ્ય મહેમાન પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઇ રામાણી, ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પ્રમુખ હંસરાજભાઇ ધોળુ, સંસ્કારધામના ગંગારામ રામાણી, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, તા. 2ના કેન્દ્રીય મહિલા મંડળના પ્રમુખ રમીલાબેન રવાણીની હાજરીમાં મહિલા મંડળ તથા સાંજે યુવક મંડળના કાર્યક્રમો યોજાશે. રાત્રે ઊર્વશીબેન રાદડિયા, બિરજુ બારોટનો લોકડાયરો, તા. 3ના સવારે 8.30 કલાકે ધર્મસભા આત્માનંદ સરસ્વતી (બોટાદ મહામંડલેશ્વર કેશવદાસજી મહારાજ) સહિત સંતોના આશીર્વચન, બપોરે 2 વાગ્યે નિયાણી-જમાઇઓના સન્માન, રાત્રે 9 કલાકે મ્યુઝિકલ હાઉસી, તા. 4ના સવારે 9 કલાકે દાતાઓના સન્માન, બપોરે 3.30 કલાકે વડીલોની ઇતિહાસ દર્શાવતી ડોક્યુમેન્ટરી, પૂર્વ પ્રમુખોના સન્માન, સાંજે 7.30 કલાકે મહાઆરતી, રાત્રે 9 કલાકે મહારાસ યોજાશે તેવું સંસ્થાના ટ્રસ્ટી લાલજીભાઇ રામાણીએ જણાવ્યું હતું. 

Panchang

dd