• મંગળવાર, 21 એપ્રિલ, 2026

જખૌમાં નેત્રયજ્ઞ-ફિઝિયોથેરાપી કેમ્પનો 61 લોકોએ લાભ લીધો

ભુજ, તા. 20 : કે.સી.આર.સી. (અંધજન મંડળ) દ્વારા ગાયત્રી પરિવાર નલિયાના સહકારથી જખૌ ગામે યોજાયેલા નેત્રયજ્ઞ, ફિઝિયોથેરાપી કેમ્પ અને  દિવ્યાંગ બાળકો માટેના આરોગ્ય સેવા  કેમ્પનો 61 જણાંએ લાભ લીધો હતો. 56 લોકોની આંખોની તમામ રોગોની તપાસ, નિદાન  વિજયાબેન નવીનભાઈ ચંદન હોસ્પિટલ નલિયાના ડો. અરૂણાબેન સીજુએ કરીને દવા ટીપા સંસ્થા તરફથી ફ્રી આપ્યા હતા. આંખોના મોતિયા અને વેલના  ઓપરેશન લાયક 6 જણાંઓના ઓપરેશનો  કે.સી.આર.સી. હોસ્પિટલ ભુજમાં ફ્રી કરી અપાશે. કીકી/ ફુલ્લાવાળા 1 જણનું ઓપરેશન યુગ નિર્માણ ગાયત્રી પરિવાર  પ્રેરિત ધનલક્ષ્મીબેન આઈયા સા. ચેરિ. ટ્રસ્ટ નલિયા  મારફત કરી અપાશે. ફિઝિયોથેરાપીની સારવાર નલિયાંના ફિઝિયોથેરાપિસ્ટ રાકેશભાઈએ આપી હતી. ચાર દિવ્યાંગ બાળકોને ઉમ્મીદ ડે કેર સેન્ટરના ટેક્નિશિયન શીતલબેન ગોસ્વામી અને મનીષાબેન મહેશ્વરીએ કાઉન્સાલિંગ કર્યું હતું. આયોજનમાં હરેશભાઈ ઠક્કર, શીતલબેન ગોસ્વામી, અલીભાઈ કોરેજાનો સહયોગ મળ્યો હતો.

Panchang

dd