• મંગળવાર, 21 એપ્રિલ, 2026

ઈવીએમ મશીનમાં મતદાનની નવી પદ્ધતિ અંગે અપાઈ સમજ

નખત્રાણા, તા. 20 : વર્તમાન સ્વરાજ્યની સ્થાનિક ચૂંટણીઓમાં ઈ.વી.એમ. મશીનમાં મતદાન કરવા માટેની નવી પદ્ધતિ સંદર્ભે ચૂંટણી કમિશ્નર દ્વારા ગામેગામ ઈ.વી.એમ. નિદર્શન કેમ્પ યોજી મતદારોને માર્ગદર્શન પુરું પાડવાના ભાગરૂપે મોટી વિરાણીમાં કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ઈ.વી.એમ. મશીનમાં ટોટલ ઉમેદવારોના મશીનના બટન ઉપર નિશાન તેમજ વધુ એક જ વોર્ડમાં વધુ ઉમેદવાર હોય તેવા બધા ઉમેદવારોના નિશાન દર્શાવાયા હતા. મતદાતાને જે ઉમેદવારને મત આપવાનો હોય તેના નિશાનનું ક્રમશ: બટન દબાવવા પછી મત આપવાનું ફાઈનલ રજિસ્ટ્રેશન બટન દબાવવાથી પસંદગીના ઉમેદવારને મત પહોંચી જશે. આ અંગે વિગતવાર સમજ અપાઈ હતી તથા ભુલથી એકના બદલે બીજા ઉમેદવારનું બટન દબાઈ ગયું હશે તો દબાવેલા બટનને ફરીથી દબાવવાથી તે મત કેન્સલ થશે અને જે ઉમેદવારને મત આપું હોય તેનું ફરીથી બટન દાબી મતદાન કરી શકાશે. તેવું જણાવાયું હતું. કેમ્પમાં ચૂંટણી કમિશ્નર શાખાના મહેશ પરમાર, દિનેશ પરમાર, પ્રવીણભાઈ ગરવા સહિત કર્મચારી સહયોગી રહ્યા હતા.

Panchang

dd