ભુજ, તા. 20 : કચ્છ જિલ્લા સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિની બેઠક પ્રમુખ કનૈયાલાલ
અબોટીની અધ્યક્ષતામાં અહીં યોજાઇ હતી. સરસ્વતી સન્માન, સમૂહલગ્ન, યજ્ઞોપવિત
જેવા કાર્યક્રમો સમૂહમાં યોજાઇ શકે તે હેતુથી બેઠકનું આયોજન કરાયું હતું. મહામંત્રી
મહેશભાઇ અબોટી, હરિઓમભાઇ અબોટી, ઉપપ્રમુખ
મનોજભાઇ અબોટી તથા ભાવિન અબોટી, મયૂર અબોટી, હર્ષલ અબોટી, આશિષ અબોટી દ્વારા સમાજમાંથી દાતાઓ દાન
એકત્રિત કરાવી તથા જિલ્લા તાલુકાના કારોબારીના દાન એકત્ર કરાવી સિલક ખજાનચી નરેન્દ્રભાઇ
અબોટી પાસે જમા કરાવી કાર્યક્રમો યોજવા જણાવાયું હતું. ભુજ તાલુકા સમસ્ત અબોટી બ્રાહ્મણ
જ્ઞાતિના પ્રમુખ બટુકભાઇ અબોટી, મહામંત્રી પરેશ અબોટી,
સંગઠનમંત્રી આનંદ અબોટી, નીલેશ અબોટી, કપિલ અબોટી, હિતેશ અબોટી, પ્રશાંત
અબોટી, કેતન અબોટી, નિરવ અબોટી હાજર રહ્યા
હતા.