ભુજ - મુંદરા વચ્ચે વાહનવ્યવહાર વધી રહ્યો છે અને બાયપાસ તો
થશે, ત્યારે થશે...., માર્ગ
મકાન વિભાગના કહેવા મુજબ હજુ સૈદ્ધાંતિક મંજૂરી છે અને ડિટેલ સર્વેની પણ ત્રીજીવારની
ટેન્ડર પ્રક્રિયા જારી છે. પણ, બળદિયાની સાંકડા રસ્તા સાથેની આંટી
ઉપર વારંવાર ટ્રાફિકજામ થાય છે અને મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે. જો કે, હવે એ ઘટના તો હવે રોજની બની ગઈ છે, પણ શનિવારે સવારે
ભુજથી આવતી એસ.ટી. બસ સાંકડા માર્ગમાં વચ્ચોવચ્ચ ખોટકાઈ ગઈ અને સમગ્ર વાહનવ્યવહાર લાંબો
સમય બંધ પડી ગયો. મુસાફરોના જણાવ્યા મુજબ,
આ વાહનવ્યવહાર બંધ થયા પછી નવી નારાણપરથી આવતી બસ પકડવા માટે બળદિયાથી
કેરા સુધી પહોંચવા માટેય સામેથી આવતી એસ.ટી. બસ પાસે માગણી મુકાઈ અને એના પણ 10 રૂ. લઈ લેવાયા. એક તો સમય બગડયો
અને ટિકિટ પણ વધુ પડી. મુસાફરોએ જણાવ્યું કે, બાયપાસ
તો લાંબી પ્રક્રિયા છે, પણ કમસેકમ થોડો ઘણો રસ્તો પહોળો થાય એવું
તંત્ર આયોજન ગોઠવે એવી માગણી છે.