• સોમવાર, 20 એપ્રિલ, 2026

શ્રીહરિ સ્મૃતિમાં કથામાં ઘનશ્યામ જન્મોત્સવ ઉજવાયો

ભુજ, તા. 19 : અહીંના સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન નરનારાયણદેવનાં આગામી તા.21 એપ્રિલનાં 203મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત હાલે શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ કથામાં ઘનશ્યામ જન્મ પ્રસંગની ભાવભેર ઉજવણી કરાઈ હતી. મંદિરનાં કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગવતની આજ્ઞાથી 203મો પાટોત્સવ ઉજવણી અંતર્ગત ચાલી રહેલી પાંચ દિવસીય શ્રીહરિસ્મૃતિ કથા દરમ્યાન ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણીમાં ઘનશ્યામનાં બાલ સ્વરૂપને સોનાના પારણામાં ઝુલાવવામાં આવ્યા હતાં. સંતો, કથાનાં યજમાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફુલ વર્ષાથી જન્મોત્સવના વધામણા કરાયા હતા. રાત્રિનાં સમયે મહારાસોત્સવ યોજાયો હતો. કથાનાં વક્તા તરીકે શા.સ્વામી આનંદવલ્લભદાસજી, શા.સ્વામી પ્રેમવલ્લભદાસજી, શા.સ્વામી કૃષ્ણવલ્લભદાસજી સવારે 8:30થી 11:00 અને બપોરે 3:30થી 6:30 સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. સ્વામી વાસુદેવપ્રિયદાસજી અને સ્વામી નીલકંઠમુનિદાસજી સંગીતમાં સાથ આપી રહ્યા છે, સંચાલન શા. સ્વામી હરિકૃષ્ણદાસજી અને કૃષ્ણવિહારીદાસજી કરી રહ્યા છે. તેમ જણાવી ઉમેર્યું હતું કે, સાંજે ફૂલડોત્સવમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહેશે, તા. 21 એપ્રિલનાં સવારે 6:30 કલાકે ઠાકોરજીનો અભિષેક અને બાદમાં અન્નકૂટ ઉત્સવ આરતી કરાશે. ઠાકોરજીની શોભાયાત્રા પણ યોજાશે. તેવું યાદીમાં જણાવાયું હતું.  

Panchang

dd