• સોમવાર, 20 એપ્રિલ, 2026

વિકાસના સથવારે જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ

ભુજ, તા. 19 : ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. શ્રી પટેલે ચારે ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી આગામી દિવસોમાં વોર્ડના દરેક વિસ્તારોમાં વધુ વિકાસના કામો કરશે એવી શુભેચ્છા પાઠવી હતી. કેશુભાઈએ લોકોને ભાજપ તરફી જંગી મતદાન કરી ઉમેદવારોનો ઉત્સાહ વધારવા જણાવ્યું હતું. પૂર્વ કારોબારી ચેરમેન મહીદીપાસિંહ જાડેજાએ સૌનું સ્વાગત કરી ગત ટર્મ માં થયેલ વિકાસકામોની વિગતો આપી હતી. ઉમેદવારો વતી ઉપસ્થિત સૌનું સ્વાગત રાજેન્દ્રસિંહ જાડેજા કર્યું હતું અને ખાત્રી આપી હતી કે ચારે ઉમેદવારો લોકોની સાથે રહી વિકાસના કામો કરશે તેમનો મોબાઈલ નંબર જાહેર કરી દરેક મતદારના કોલનો જવાબ આપવા કટીબદ્ધ હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક રહેવાસી કૃષ્ણકાંતભાઈ ભાટિયાએ વિજયી ભવ:ના આશીર્વાદ આપી જણાવ્યું હતું કે વોર્ડ નં 7માં 1985થી લોકો ભાજપ સાથે જોડાયેલા છે અને જોડાયેલા રહેશે એવી ખાત્રી આપી હતી. કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે વોર્ડ નં 7 ના લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે પછી ભલે તે લોકસભા હોય, વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વોર્ડ 7ના લોકોએ હંમેશા ભાજપને ખોબેખોબા ભરીને મત આપ્યાં હોવાનું જણાવ્યું હતું. શહેર ભાજપ અધ્યક્ષ મિતભાઈ ઠકકરે આ વખતે વધુ મતદાન થાય અને વધુ મતોથી ચારે ઉમેદવારો વિજયી બને એ માટે અપીલ કરી હતી. ઉદ્ઘાટન કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષો દિલીપભાઈ ત્રિવેદી, અરૂણભાઈ વછરાજાની, કુંવર ઇંદ્રજીતાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો અશોકભાઈ હાથી, રેશ્માબેન ઝવેરી, આશિકાબેન ભટ્ટ, લોહાણા મહાજનના ડો. મુકેશભાઈ ચંદે, હરેશભાઇ કતિરા, કમલ કારિયા, ડો. પ્રફુલાબેન ભીંડે, જયેશ સચદે (બાપા દયાળુ), ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, અજિતભાઈ માનસતા, કચ્છ રાજ પરિવારના પ્રતાપાસિંહ હનુવંતાસિંહ જાડેજા, સર્વ સેવા સંઘના પ્રમુખ જિગરભાઈ છેડા, પૂર્વ નગરપતિ રશ્મિબેન સોલંકી, કૉમર્શિઅલ બેન્કના કલ્પેશ ઠકકર, ઉષાબા નરેન્દ્રાસિંહ જાડેજા, બિંદિયાબેન ઠકકર, બાલકૃષ્ણ મોતા, પૂર્વ કાઉન્સિલર દિવ્યરાજાસિંહ ઝાલા, ક્ષત્રિય સમાજના કૃપાલાસિંહ ઝાલા, કે. આર. ઝાલા,નવલાસિંહ જાડેજા, આઈ.જી. જાડેજા, નાગર સમાજના આગેવાનો ભૌમિક વછરાજાની, મલ્હાર બુચ, કપિલ મેહતા, રાજપૂત સમાજના રમેશભાઈ સોલંકી,મનીષભાઈ ચૌહાણ, શીતલબેન મકવાણા, ગઢવી સમાજના દેવાયતભાઈ બારોટ અને આગેવાનો, કોઠારા અને ગાંધીધામથી બાદલજી જાટ, હિતેષભાઇ માંહેશ્વરી, અશ્વિનભાઈ ઠાકર, ચંદુલાલ ગોર, કૈલાશભાઈ વોરા, મંદાબેન પટ્ટણી, હિતેન્દ્રાસિંહ જાડેજા, ડો. અશોકભાઈ ત્રિવેદી, ડો. જય-ભાઈ અંજારિયા, ડો. મેહુલાસિંહ ઝાલા, ડો. દીપ કોઠારી, શીતલબેન મકવાણા, રમેશભાઈ સોલંકી, સંસ્કારનગરમાંથી પ્રકાશભાઈ વજીરાની, મનીષ-ભાઈ પલણ, સંજયભાઈ ઠકકર, મંથન ગોસ્વામી અને આગેવાનો, હાઉસિંગ બોર્ડમાંથી નીતાબેન ગોસ્વામી, અનિલભાઈ ગોર, યોગીરાજ પાર્કના દીપકભાઈ ગોર, કૈલાશનગરના  ઉમેશભાઈ ઠકકર, નીતિનભાઈ ઠકકર, જયશ્રીબેન પંડ્યા, મારૂતિ પ્લોટમાં નરેન્દ્રભાઈ ઠકકર, રસિકભાઈ મકવાણા, હર્ષદભાઈ ઠકકર, મનોજ સોની, ભાવેશભાઈ શાહ, નટવાસના ગાદીપતી નવલભાઈ, કલ્પેશ નટ, ભીમરાવ નગરના લલિત બુચિયા, શિવજી પરગડું ,ન્યૂ સંસ્કારનગરના હીરજીભાઈ વરસાણી, વિમલભાઈ ભટ્ટ, મહેશ પંડ્યા, અતુલ રાઠોડ, હરેશ આમર, અશ્વિનભાઈ મકવાણા, ઉત્કર્ષ સોસાયટીના રૂપભાઈ ઠકકર, વંદન અગારા, જૂની રાવલવાડીના અર્જુનભાઈ મહેશ્વરી, ઈશ્વરભાઈ મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં વિવિધ સોસાયટીઓ, ગરબી મંડળો, સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી. આયોજન વ્યવસ્થા વિશાલ માંહેશ્વરી, ભવ્ય જેઠી, ભગીરથાસિંહ જાડેજા, નીતિન પંડ્યા, સાવન ગોસ્વામી, દિલીપ ચૌહાણ, નીતિન ઠકકર સહિતના આગેવાનો કાર્યકરોએ સાંભળી હતી. સંચાલન ભાવેશભાઈ ઠકકર અને કમલ ગઢવીએ જ્યારે આભારવિધિ ઉમેદવાર મયંકભાઇ રૂપારેલે કરી હતી. ઉમેદવારો રાજેન્દ્રસિંહ જાડેજા, મયંકભાઇ રૂપારેલ, સાવીબેન જાટ, મીનાબેન ગઢવીએ સૌને આવકાર આપી સન્માન કર્યું હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતિરાની યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd