• રવિવાર, 19 એપ્રિલ, 2026

મુંબઈ વસતા કચ્છીઓ માટે વતનમાં ઉઘડશે નવી તકોનાં દ્વાર

મુંબઈ, તા. 18 : `જૈન યૂથ ફોરમ', કચ્છમિત્ર અને `કચ્છ કોર્પોરેટ ફોરમ'ના સંયુક્ત ઉપક્રમે, અને `ફોકીઆ' તથા `ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ'ના  સહયોગથી, 19 એપ્રિલ 2026ના રવિવારે મુંબઈમાં `યુ-ટર્ન ટુ કચ્છ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. `2001ના ભૂકંપ બાદ કચ્છે પોતાની રાખમાંથી બેઠા થઈને વિકાસની ગતિ પકડી છે, તે સમગ્ર વિશ્વ માટે એક અદભુત દાખલો છે. આજે કચ્છ માત્ર એક જિલ્લો નથી, પરંતુ ભારતનું મુખ્ય ઔદ્યોગિક, લોજિસ્ટિક્સ અને ઊર્જા હબ બની ચુક્યું છે.  મુંદરા જેવા વિશાળ પોર્ટથી લઈ ખાવડા ખાતેના વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્ક સુધી, કચ્છે નવી ક્ષિતિજો સર કરી છે. એન્જિનીયરિંગ, સિરામિક, ટેક્સટાઇલ અને ખનિજ ઉદ્યોગોમાં થયેલી પ્રગતિએ કચ્છને એક પછાત વિસ્તારમાંથી આર્થિક વિકાસના એન્જિન તરીકે પરિવર્તીત કરી દીધું છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મુંબઈમાં સ્થાયી થયેલા કચ્છવાસીઓને તેમના વતનની આર્થિક વિકાસયાત્રા સાથે જોડવાનો અને તેમને કચ્છમાં રહેલી વિપુલ તકોથી માહિતગાર કરવાનો છે. આ સેમિનારમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો, કચ્છની બદલાતી તસવીર વિશે 360-ડિગ્રી માર્ગદર્શન આપશે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે `આર. અશોક ચેરિટેબલ ફાઉન્ડેશન' (શ્રીમતી રસીલાબેન અશોક કે. શાહ પરિવાર, વી ટ્રાન્સ) દ્વારા મહત્ત્વનો સહયોગ અપાયો છે. - કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ : સ્ટાર્ટઅપ અને બિઝનેસ: કચ્છમાં નવા વ્યવસાય શરૂ કરવા માટે સચોટ બ્લૂ-પ્રિન્ટ અને તકોની સમજ. - સેકન્ડ ઇનકમ: નોકરી કે વ્યવસાયની સાથે વધારાની આવક ઊભી કરવાની માસ્ટર ટિપ્સ. - લેન્ડ બેંક : ઉપલબ્ધ જમીનનો યોગ્ય ઉપયોગ કરીને આવક ઊભી કરવાની પદ્ધતિઓ. - સંપૂર્ણ સપોર્ટ: કચ્છમાં નોકરીની માહિતીની સાથે શિક્ષણ, હેલ્થકેર અને જીવનશૈલી સંબંધિત તમામ જરૂરી ગ્રાઉન્ડ સપોર્ટની માર્ગદર્શન. 

Panchang

dd