ભુજ, તા. 18 : વર્ષ 2024માં રાજસ્થાનના જ્વેલર્સે સસ્તા સોનાની લાલચમાં આવીને 61 લાખ ગુમાવ્યા હતા. આ બનાવ અંગે
તાજેતરમાં જ ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીને ઝડપી લીધા હતા.
ફરિયાદના આઠ દિવસમાં જ ફરિયાદીએ ગુમાવેલા 61 લાખમાંથી બાવન લાખ પોલીસે પરત અપાવીને સરાહનીય કામગીરી કરી છે.
વર્ષ 2024માં જોધપુર (રાજસ્થાન)ના જ્વેલર્સ
હીરાલાલ ચૌધરીને સસ્તા સોનાની જાળમાં ફસાવી ભુજમાં ભુજના બે ઠગબાજે 75 લાખ મેળવી 14 લાખનું સોનું આપી બાકીના 61 લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ
થોડા દિવસ પૂર્વે જ નોંધાવતાં એલસીબીએ બંને આરોપી અલ્તાફહુસેન જત અને હાજી વલીમામદ
કક્કલને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા અને તેમની પાસેથી બાવન લાખ રિકવર કરી કોર્ટની
કાર્યવાહી બાદ ફરિયાદના આઠ દિવસમાં જ ફરિયાદીના નાણાં બાવન લાખ પોલીસે પરત અપાવીને
`તેરા તુજકો અર્પણ' સૂત્રને સાર્થક કર્યું હતું. આજે એલસીબીના પીએસઆઇ
એમ.એચ. શિણોલ તથા એચ.આર. જેઠી અને એલસીબીની ટીમ દ્વારા અરજદાર-ફરિયાદી હીરાલાલ ચૌધરીને
બોલાવી ઠગાઇ-વિશ્વાસઘાતમાં ગયેલી રકમમાંથી રૂા. બાવન લાખ રોકડ પરત આપ્યા હતા.