ભુજ, તા. 18 : શહેરમાં સગીરાને બાવળની ઝાડીમાં
લઈ જઈ દુષ્કર્મ ગુજારવામાં આવ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે બી-ડિવિઝન
પોલીસમાં વાલીએ આરોપી નેહલ ઉર્ફે ગુરુ ગોપાલભાઈ ખુલમ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ
આરોપીએ અવાર-નવાર સગીરાનું તેઓના કાયદેસરના
વાલીપણમાંથી અપહરણ કરી ઘરની બાજુમાં આવેલા બાવળોની ઝાડીમાં લઈ શરીર સંબંધ બાંધી ગુનો
આચર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.