• રવિવાર, 19 એપ્રિલ, 2026

આર્થિક નબળા વર્ગને બધા લાભ નહીં

નવી દિલ્હી, તા 18 : આર્થિક નબળા વર્ગ (ઇડબ્લ્યુ એસ)ના ઉમેદવારો અનુસૂચિત જાતિ-જનજાતિ (એસસી, એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના ઉમેદવારો સમાન અધિકારોનો દાવો ન કરી શકે, તેવો ધ્યાન ખેંચનારો નિર્દેશ દિલ્હી હાઇકોર્ટે આપ્યો હતો. વડી અદાલતે કહ્યું હતું કે, વંચિત વર્ગમાં જન્મ લેનારી વ્યકિતને જીવનભર તેનાં પરિણામ ભોગવવાં પડે છે. આર્થિક નબળાઇ સ્થિર, કાયમી સ્થિતિ નથી. જસ્ટિસ અનિલ છત્રપાલ અને અમિત મહાજનની ખંડપીઠે આર્થિક નબળા વર્ગ (ઇડબ્લ્યુ એસ)ના કેટલાક ઉમેદવારોની અરજી ફગાવી દીધી હતી.ઇડબ્લ્યુએસ ઉમેદવારોએ કેન્દ્રીય સ્તર પર સીધી ભરતી, રોજગારમાં વયમર્યાદા છૂટ જેવા એસસી, એસટી, ઓબીસી ઉમેદવારોને મળતા અધિકારોની માંગ કરી હતી. વયમર્યાદા કે પ્રયાસોની સંખ્યામાં કોઇ છૂટ નથી મળી, જે બંધારણની કલમ 14 અને 16નો ભંગ છે, તેવી દલીલ અરજદારોએ આપી હતી. જો કે, આ અરજી ફગાવતાં હાઇકોર્ટે કહ્યું હતું કે, 2019માં શરૂ કરાયેલી ઈડબ્લ્યુએસ શ્રેણી અન્ય શ્રેણીઓ કરતાં અલગ છે. ઇડબ્લ્યુએસ માત્ર આર્થિક અભાવ સંબંધિત છે. તેમાં સામાજિક કલંક કે ઐતિહાસિક બહિષ્કારની પરેશાની નથી, જાતિ અને આર્થિક સ્થિતિ વચ્ચે ઘણો તફાવત છે. 

Panchang

dd