ભુજ, તા. 18 : માંડવીના રાજડા ગામના જમીન
કૌભાંડમાં 16 વર્ષની લાંબી ટ્રાયલ બાદ કોર્ટે
ગેરરીતિ આચરનાર જે-તે સમયના સર્કલ અધિકારી સુંદરજી લખમશી સોની અને પોતાના નામે જમીન કરાવનાર મહિલાને હુરબાઇ અલીમામદ ચાકીને ત્રણ-ત્રણ
વર્ષની સાદી કેદની સજા ફટકારતો ચુકાદો અદાલતે આપ્યો છે. આ કેસની વિગતો મુજબ વર્ષ 2004થી 2008 દરમ્યાન માંડવી તાલુકાનાં રાજડા
ગામે આવેલ સીમ સર્વે નં. 116 એકર 7-30 ગુંઠાવાળી જમીન અગાઉ નોંધ નં.
555 તથા 580થી જમીન વેચાણ રાખનાર આરોપી
હુરબાઈ અલીમામદ ચાકી જે ખેડૂત ખાતેદારના હોવાથી નોંધો નામંજૂર થઇ અને આરોપણે રજૂ કરેલા
ખેડૂત ખાતાવહી નં. 166 જે જકરિયા
ભચુ ચાકી જે આરોપણના દૂરના કાકા થાય છે અને પોતાના પિતા હોવાનું જણાવ્યું. જેથી જમીન
ખરીદ કરનાર આરોપણ ખેડૂત ખાતેદારના હોવાથી નોંધ નં. 611થી આ જમીન શ્રીસરકારે દાખલ થઇ હતી. હુરબાઇના પતિ આરોપી નં. 3 અલીમામદ ઉમર ચાકીએ આરોપી તલાટી એવા અમૃતલાલ
શંકરલાલ નાઈને મળી ગામના હક્કપત્રકે નોંધ નં. 901વાળી રાજડા જમીન કૌભાંડ પાછળથી ખોટી દાખલ કરાવી જે નોંધ સર્કલ
અધિકારી સુંદરજી લખમશી સોસીએ નોંધના કાગળો ચકાસ્યા વગર અન્ય આરોપીઓ સાથે મળી નોંધ પ્રમાણિત
કરી તમામ આરોપીઓ એ સાથે મળી ગુનાહિત કાવતરું રચી ઉપરોક્ત શ્રીસરકારની જમીન આરોપણ હુરબાઇના
નામે કરી સરકારની કિંમતી જમીન પચાવી પાડી રેકર્ડમાં ખોટી નોંધ દાખલ કરી હતી. આ બાબતે
વર્ષ 2010ના તત્કાલીન મામલતદાર ટી.કે.
ડોડિયાએ માંડવી પોલીસ મથકે ફરિયાદ કરતાં તપાસના અંતે પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ
દાખલ કરાતાં જે એડિ. ચીફ કોર્ટ એચ.જે. તન્નાની કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટ દ્વારા
અલીમામદ અને તલાટી અમૃતલાલ ટ્રાયલ દરમ્યાન મૃત્યુ પામ્યા હોવાથી બંધ કરવામાં આવી. સરકાર
તરફે સરકારી વકીલ ડી.સી. ઠાકોરે હાજર રહી દલીલ કરતાં કોર્ટે આરોપી હુરબાઇ તથા સર્કલ
અધિકારી સુંદરજી કલમ 465ના ગુનામાં
1 વર્ષની સજા તથા બંને આરોપીઓને પાંચ-પાંચ
હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભારે તો વધુ બે માસની સજા તથા કલમ 467ના ગુનામાં 3 વર્ષની સજા તથા બંને આરોપીને 10-10 હજાર રૂપિયાનો દંડ અને દંડના
ભારે તો વધુ છ માસની સજા તથા કલમ 468ના ગુનામાં 2 વર્ષની સજા તથા બંને આરોપીઓને સાત-સાત હજાર રૂપિયાનો દંડ અને
દંડ ન ભારે તો વધુ 1 માસની સજાનો
હુકમ કર્યો છે.