• સોમવાર, 20 એપ્રિલ, 2026

પુત્રના પગલે સંયમ માર્ગે મૂળ મુંદરાના યુવા દંપતી : 23મીના નાસિકમાં દીક્ષા

મુંદરા, તા. 15 : મૂળ મુંદરાના હાલે બેંગ્લોર નિવાસી રાહુલ રમેશભાઈ મહેતા અને અલ્પાબેન રાહુલ મહેતા આગામી 23મી એપ્રિલે વણીતીર્થ (જિ. નાસિક) મધ્યે દીક્ષા ગ્રહણ કરશે, પૂ. આ. ભ. વિજયપુણ્યપાલસૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદ તેમજ પૂ. આ. ભ. વિજયભવ્યભૂષણસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં દીક્ષા કાર્યક્રમ યોજાશે. આ ભવ્ય પ્રસંગે કચ્છ, મુંબઈ, નાસિક, બેંગ્લોર, હૈદરાબાદ તેમજ ભારતભરમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. માતા વસુમતીબેન રમેશ માઘવજી મહેતા પરિવાર (મુંદરા-નાસિક)ના પુત્ર-પુત્રવધૂ તેમજ કચ્છ (મુંદરા)ની જૂની પેઢી સંઘવી દામોદર ચાંપશી પરિવારના માતા શારદાબેન સુરેશ નાનાલાલ સંઘવી પરિવારના દીકરી-જમાઈ સંયમ માર્ગે જઈ રહ્યા છે.  ઉલ્લેખનીય એ છે કે, આ યુવા દંપતીના એકના એક પુત્રે ત્રણ વર્ષ અગાઉ દીક્ષા અંગીકાર કરી હતી. હવે માતા-પિતા તે જ માર્ગે આગળ વધી રહ્યાં છે. 21મી એપ્રિલે બપોરે કપડા રંગવાનું, રાત્રે દીક્ષાર્થીની વિદાય, 22મી એપ્રિલે સવારે વરસીદાન યાત્રા, સાંજે અંતિમ વાયણુ, રાત્રે સંયમ સંધ્યા અને 23મી એપ્રિલે વહેલી સવારે દીક્ષા યોજાશે. 

Panchang

dd