• રવિવાર, 19 એપ્રિલ, 2026

માળીયા-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય બનાવો

ગાંધીધામ,તા.15 : માળીયા-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય બનાવવા અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ધ્વારા માંગ કરાઈ હતી. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યુ હતુ કે  કચ્છ એ રાજય અને દેશ માટે વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વનો  વિસ્તાર છે. અહીંના પેટ્રોલિયમ, સ્ટીલ, સિમેન્ટ, મિનરલ્સ, ટેકસટાઈસ, એમએસએમઈ ક્ષેત્રના ઉદ્યોગો સુરક્ષિત માર્ગવ્યવસ્થા અનિવાર્ય છે. માળીયા-અમદાવાદ હાઈવેના વિસ્તરણ થી લોજીસ્ટીક ચેન વધુ કાર્યક્ષમ બનશે  તેમજ વેપાર-વાણિજયને વેગ મળશે. ચેમ્બર મંત્રી મહેશ તિથાર્ણીએ ઉમેર્યું હતુ કે  આ માર્ગ ઉપર વધતા જતા ટ્રાફિકના ભારણના કારણે અકસ્માતોની સંખ્યા ચિંતાજનક છે.છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદ અને જાળવણીના અભાવે રસ્તાની હાલત કેટલીક જગ્યાએ ખસ્તા બની છે. આ માર્ગને સત્વરે રીસરફેસીંગ સાથે છ લેનનો વિકાસ કરવો આવશ્યક બની ગયો છે.આ પ્રકલ્પ માત્ર સુવિધા માટે નહીં પરંતુ સુરક્ષા અને ભવિષ્યના વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વ્યુહાત્મક રોકાણ છે. કચ્છના ઉદ્યોગો, વેપાર, પ્રવાસનક્ષેત્રના ઝડપી વિકાસ  સહિતની બાબતોને  ધ્યાનમાં રાખીને આ અંગે હકારાત્મક નિર્ણય લેવા અનુરોધ કરાયો હતો. ચેમ્બર ધ્વારા આ મુદે  ગુજરાત સ્ટેટ રોડ ડેવલમેન્ટ કોર્પોરેશનના જે.એ.ગાંધી તથા સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છના પ્રભારીમંત્રી કાન્તીલાલ અમૃતિયા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના સમક્ષ રજૂઆત કરાઈ હતી. 

Panchang

dd