• શનિવાર, 28 માર્ચ, 2026

ભુજમાં રિંગરોડનાં બાકી કામો ઝડપથી પૂર્ણ કરવા તાકીદ

ભુજ, તા. 27 : શહેરને ફરતે આવેલા રિંગરોડનાં કામો અત્યારે ચાલી રહ્યાં છે, ત્યારે બાકીનાં અપૂર્ણ કામો તત્કાળ પૂર્ણ કરવા માટે વિવિધ સંલગ્ન તંત્રોની મળેલી બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય કેશુભાઈ પટેલે તાકીદ કરી હતી. પ્રાંત અધિકારીની કચેરીની સમીક્ષા માટિંગમાં રિંગરોડના કામો અંગે જોડાયેલા વહીવટી તંત્રોનો રિવ્યૂ લેવાયા હતા, જેમાં આડે આવતાં દબાણો, રસ્તે આવતી વિવિધ લાઈનો સમારવા સહિતના પ્રશ્નો સાંભળ્યા બાદ અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય કેશુભાઈએ અધિકારીઓને અલગ-અલગ બાકી રસ્તાઓના કામો પૂર્ણ કરવા વિચાર-વિમર્શ દરમ્યાન સૂચવ્યું હતું કે, જે કોઈ અવરોધ હોય તેને તત્કાળ નિવારવા પગલાં લેવાં જરૂરી છે. વધુમાં કામ શરૂ કરતાં પહેલાં હંગામી દબાણો હટાવવા, વીજલાઈનો, ગટર અને પાણીની લાઈનો વિગેરે સેવાઓનું સંકલન સાધવા ખાસ સૂચન કર્યું હતું, જેથી ચાલુ સેવાઓ ખોરવાય નહીં તેવું કેશુભાઈએ જણાવ્યું હતું. પ્રાંત અધિકારી, નગરપાલિકા મુખ્ય અધિકારી, ભાડાના અધિકારી, પાણી પુરવઠા બોર્ડ, પી.જી.વી.સી.એલ. પોલીસ તંત્ર નેત્રમ વિભાગ, ગુજરાત ગેસ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તેમજ સર્કલ માટે આર્કિટેક્ટ સ્ટાફ હાજર રહીને ચર્ચામાં જોડાયા હતા. આગામી દિવસોમાં ભુજ ફરતેના માર્ગો નવા વાઘા ધારણ કરશે તેવું જણાવ્યું હતું. 

Panchang

dd