ગાંધીનગર, તા. 27 : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં
પ્રભારી સચિવોની નવી નિમણૂક અંગે મહત્વપૂર્ણ હુકમ જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓની
બદલી, બઢતી તેમજ અન્ય વહીવટી કારણોને ધ્યાનમાં રાખીને
આ ફેરફારો કરવામાં આવ્યા છે, કચ્છ જિલ્લામાં ડી.ડી.ઓ. તરીકે અગાઉ
ફરજ બજાવી ચૂકેલા રાજકુમાર બેનિવાલને પ્રભારી સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે,
જે સમગ્ર કચ્છ વિસ્તારના વિકાસ અને વહીવટી સંકલન માટે જવાબદાર રહેશે.
આ હુકમ હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના જિલ્લાઓ માટે પણ અલગથી અધિકારીઓને
જવાબદારી સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રના જિલ્લાઓ માટે અમરેલી જિલ્લામાં સંદીપ
કુમાર, ભાવનગર જિલ્લામાંઆલોક કુમાર પાંડે, જામનગર જિલ્લામાં આરતી કંવર પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સરકારે વધુમાં જણાવ્યું છે કે પ્રભારી સચિવો સંબંધિત જિલ્લાઓના વિકાસશીલ તાલુકાઓના
પ્રભારી તરીકે પણ કામગીરી કરશે.