• શનિવાર, 28 માર્ચ, 2026

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા યુવાઓને તાલીમમાં જોડાવા આહ્વાન

ભુજ, તા. 27 : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક ડો. ગોવિંદજી ગજેરાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં એએચપીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડે ઉપસ્થિત રહી ઉજ્જૈન ખાતે મળેલી રાષ્ટ્રીય કારોબારી અને મહાસંમેલનની માહિતી આપી હતી. સંસ્થાપક અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાનો સંદેશો આપી ગામે-ગામ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ થાય, રામનવમી-હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ થાય, રામનવમી-હનુમાન જન્મોત્સવની ઉજવણી માટે લાગી જવા જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશિકાંતભાઈ પટેલે આગામી મે મહિનામાં જૂનાગઢમાં યોજાનારા રાષ્ટ્રીય બજરંગ દળ અને ઓજસ્વીનીના પાંચ દિવસીય અભ્યાસ વર્ગ અંગે માહિતી આપી હતી, જેમાં રાઈફલ શૂટિંગ, લાઠીદાવ, ક્રોલિંગ, રેસક્યુ, દોડ સહિતની તાલીમ અપાશે તેમ જણાવ્યું હતું. બકુલભાઈ ખાખીએ ધર્મરક્ષાનિધિ અંગે તથા નિર્મલસિંહ પુમાણે નવા હોદ્દેદારોની નિમણૂકની જાહેરાત કરી હતી. વસંતભાઈ પટેલ, ગિરીશભાઈ ધેલાણી, જયસુખભાઈ બુટાણી, હરેશભાઈ પુરોહિત, વનરાજસિંહ ખેર, જગદીશભાઈ વડોદરિયા, બિજલભાઈ રબારી, ગિરિરાજસિંહ રાણા, પ્રજ્ઞેશ ચોથાણી, રાજેશભાઈ જેઠી, વિનોદભાઈ રામજિયાણી, ચેતનભાઈ ઠક્કર સહિત વિવિધ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd