• શનિવાર, 28 માર્ચ, 2026

વિજય વિલાસ પેલેસ વિશે વાયરલ વીડિયો બાબતે કાયદાકીય કાર્યવાહીની તૈયારી

ભુજ, તા. 27 : માંડવી નજીકના વિજય વિલાસ પેલેસના વેચાણ બાબતે પ્રસારિત થયેલા વીડિયો અન્વયે કચ્છના રાજ પરિવારે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહીની પ્રક્રિયા આરંભી છે. અંબા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ અને કચ્છના રાજ પરિવાર વતી પરિવારના મહારાણી પ્રીતિદેવીએ એક સત્તાવાર યાદીમાં આ વિગતો આપી હતી. યાદીમાં તેમના જણાવ્યા મુજબ, સાઈકલ ઉપર ભારતભ્રમણ માટે નીકળેલા પ્રવાસી અભિષેક યાદવે આ વીડિયો વાયરલ કર્યા બાદ માફી માગી લીધી છે, પણ આ અંગેની વિગતો સિરાચાના રાજેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી તેમને મળી હોવાની વિગતો તેમણે આપતાં ચૌહાણ સામે કાયદાકીય કાર્યવાહી આરંભાઈ છે.પ્રવાસી યાદવે તેના વીડિયોમાં વિજય વિલાસ પેલેસ અદાણી ગ્રુપની કંપનીએ ખરીદી લીધાની વિગતો જાહેર કરી હતી. આ પછી રાજ પરિવારે આ બાબતને નકારી કાઢતાં યાદવે તેને સ્વીકારી માફી માગી હતી. હવે તેમને આ વિગતો આપનાર સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

Panchang

dd