નવી દિલ્હી, તા. 27 : અમેરિકા અને
ઈરાન સામે યુદ્ધ લડી રહેલું ઈરાન પાછળ હટવા માટે તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ભલે અમુક
દિવસ માટે હુમલા રોકી દીધા હોય પણ ઈરાન ઈઝરાયલ અને ખાડી દેશોને નિશાન બનાવી રહ્યું
છે. આ દરમિયાન ઈરાને ભારત સહિત અન્ય દેશોને અનોખા અંદાજમાં આભાર માન્યો છે, જેઓએ લડાઈમાં ઈરાનનો સાથ આપ્યો છે. ઈરાને ઈઝરાયલ
ઉપર મિસાઈલોથી હુમલા કર્યા હતા અને મિસાઈલ ઉપર ભારતીયો માટે સંદેશ લખ્યો હતો. `ભારતના લોકોનો આભાર' લખીને ઈરાન મિસાઈલ ઈઝરાયલ તરફ છોડી દીધી હતી.
આ ઉપરાંત ઈરાને અન્ય દેશોનો પણ આવી જ રીતે મિસાઈલ ઉપર સંદેશ લખીને આભાર માન્યો હતો.
એક મિસાઈલ ઉપર જર્મની, પાકિસ્તાન, સ્પેન
સહિતના દેશોનું નામ હતું. સોશિયલ મીડિયા ઉપર તસવીરો પણ સામે આવી છે. જેમાં સફેદ રંગની
મિસાઈલ ઉપર ભારતના લોકોનો આભાર માનતો સંદેશ જોવા મળે છે. ઈરાની સેનાએ કહ્યું છે કે
શુક્રવારે ઈઝરાયલ ઉપર 83મો હુમલો
કરવામાં આવ્યો હતો. જેમાં લાંબી અને મધ્યમ દૂરીની મિસાઈલ, ડ્રોન વગેરે ઈઝરાયલની સૈન્ય છાવણી ઉપર છોડવામાં
આવ્યા હતા. આ ઉપરાંત ખાડી દેશો ઉપર પણ ઈરાન દ્વારા મિસાઈલ છોડવામાં આવી હતી.