• શનિવાર, 28 માર્ચ, 2026

ગુંદિયાળીનાં માલિકીનાં ખેતરમાં બિનઅધિકૃત વીજજોડાણ રદ થાય તો આત્મવિલોપનની ચીમકી

ભુજ, તા. 27 : માંડવી તાલુકાનાં ગુંદિયાળી ગામે સર્વે નં. 801માં આવેલા બિનઅધિકૃત વીજજોડાણ સત્વરે રદ કરવામાં નહીં આવે, તો આત્મવિલોપનની ચીમકી અપાઇ છે. પીજીવીસીએલ અધીક્ષક-ભુજને અરજદાર ભુજના લતાબેન નવીનચંદ્ર ગોરે આપેલી અરજીમાં જણાવ્યા અનુસાર તેમનાં ગુંદિયાળી ખાતે આવેલાં સર્વે નં. 801વાળાં ખેતર નામે `પુરીવારી'માં પીજીવીસીએલ કચેરી દ્વારા બિનઅધિકૃત જોડાણ અપાયું છે, જે રદ કરવા લાંબા સમયથી રજૂઆતો કરી છે તેમજ આ બાબતે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી, તો માંડવી કચેરી દ્વારા તોછડાઇભર્યું વર્તન કરાતો હોવાનો આક્ષેપ કરી દિવસ-15માં આ વીજજોડાણ રદ કરવામાં નહીં આવે, તો લતાબેન, નીતિનભાઇ, વિશાલ ગોર સહિતના માનસિક ત્રાસથી છૂટવા આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. 

Panchang

dd