નખત્રાણા, તા. 27 : પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના
પ્રમુખ રાજદીપ દેવધરના અધ્યક્ષસ્થાને નખત્રાણા યુવા કોંગ્રેસની પ્રથમ બેઠક કોંગ્રેસ
ભવન ખાતે યોજાઈ હતી. પશ્ચિમ કચ્છ કોંગ્રેસના પ્રમુખ શ્રી દેવધરના અધ્યક્ષસ્થાને નખત્રાણા
તાલુકાની યુવા કોંગ્રેસની કારોબારી બેંઠક યોજવામાં આવી હતી જેમાં નખત્રાણા તાલુકામાં
યુવા કોંગ્રેસને મજબૂત કરવા તેમજ આવનારી નગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં
યુવા કોંગ્રેસ સક્રિય રીતે ભાગ લે અને કચ્છમાં યુવાધન બરબાદ ન થાય તે હેતુથી દારૂ, ડ્રગ્સ વિરોધમાં ડ્રાઇવ ચલાવવા તેમજ આંદોલન-ધરણા
તથા સ્થાનિક રોજગારી પ્રશ્નો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવવા પશ્ચિમ કચ્છ જિલ્લા
યુવા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. યુવા કોંગ્રેસના હોદ્દેદારો
ઉપપ્રમુખ મીત જોશી, ફારૂક લાંગાય, મહામંત્રી
વિશાલ ગઢવી, મંત્રી મુસ્તાક ચાકી, ધૈર્ય
ગોરે માર્ગદર્શન આપ્યું હતું તેમજ નખત્રાણા તાલુકાના તમામ નવનિયુક્ત હોદ્દેદારોના નિમણૂક
પત્રો પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખના પ્રભારીના હસ્તે અપાયા હતા. નખત્રાણા
તાલુકાના પ્રમુખસ્થાને રવીરાજસિંહ સોઢાની નિમણૂક કરવામાં આવી હતી.