• શુક્રવાર, 20 માર્ચ, 2026

રાપર સુધરાઈનું 35 લાખની પુરાંત સાથે રૂા.41 કરોડનાં બજેટને બહાલી

રાપર, તા. 19 : નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ ચાંદ ઠકકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં 2026-27નું 41 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. 35 લાખની પુરાંત સાથેના અંદાજપત્રને ઉપસ્થિત 24 કાઉન્સિલર દ્વારા બહાલી આપવામાં આવી હતી. પૂર્વ નગરસેવિકાના પતિ સ્વ. નીલેશભાઈ માલીને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સામાન્ય સભા શરૂ કરવામાં આવી હતી. ગત સામાન્ય સભાની કાર્યવાહીનું વાંચન કરી અગાઉ થયેલા ઠરાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી, વર્ષ 2026-2027 માટે વાર્ષિક ભાવો મગાવવાનો ઠરાવ કરી ઓક્ટોબર 2026થી ડિસેમ્બર 2026 સુધીના ત્રિમાસિક હિસાબો સભામાં રજૂ કરવામાં આવ્યા હતા. આધુનિક ટાઉનહોલ અને મોડેલ ફાયર ફાઇટર સ્ટેશન બનાવવા, સ્વ. હરાસિંહજી ખેતાજી સોઢા પુસ્તકાલય જર્જરિત બનતાં કચેરીના ઉપરના માળે સ્થળાંતર કરવાની તેમજ કચેરીમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાની બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે  ઉપપ્રમુખ  બબીબેન સોલંકી, કારોબારી ચેરમેન વિકાસ શાહ, દક્ષાબેન ગોસ્વામી, ભીખુભા સોઢા, ગાયત્રીબેન ગઢવી, ચીફ ઓફિસર તરૂણદાન ગઢવી સહિત શાસક વિપક્ષના 24 સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન આશિષગિરિ ગોસ્વામી અને હેતુભા રાઠોડે તથા આભારવિધિ સત્તાપક્ષના નેતા મહાવીરાસિંહ જાડેજાએ કરી હતી. આયોજન અને વ્યવસ્થા નગરપાલિકાના કર્મચારીઓએ સંભાળી હતી. 

Panchang

dd