• શુક્રવાર, 20 માર્ચ, 2026

હિન્દી ભાષા અન્ય ભાષાઓઁને જોડી રાખવાનું કામ કરે છે

અંજાર, તા. 19 :  રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ કચ્છ અને અંજાર તાલુકાના ઉપક્રમે આયોજિત કાવ્યપઠન, નિબંધ લેખન સ્પર્ધાના વિજેતાઓ તેમજ સ્પર્ધકો, નિર્ણાયકો અને સહયોગી શાળાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. અંજાર નગરપાલિકા દ્વારા સંચાલિત શાળા નં.-3માં રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ કચ્છના પ્રમુખ શંકરભાઈ સચદેની અધ્યક્ષતા તળે આયાજિત કાર્યક્રમમાં  સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ તથા ઉપસ્થિત મહેમાનોના  હસ્તે દીપ પ્રાગટય કરાયુ હતું. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ અંજાર તાલુકા પ્રમુખ શોભનાબેન વ્યાસે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહેમાનોનુ સન્માન  કરાયું હતું. કાર્યક્રમમાં  રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ કચ્છના ઉપપ્રમુખ જયંતીલાલભાઈ જોષી `શબાબ', મહેન્દ્રભાઈ ઠક્કર, અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન  બલરામભાઈ જેઠવા, વાઈસ ચેરમેન તેજસભાઈ મહેતા, અંજારના શિક્ષણાધિકારી અરજણભાઈ  કટુઆ, અંજાર તાલુકા બી.આર.સી. કો-ઓર્ડિનેટર શામજીભાઈ ચૈયા, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ અંજાર તાલુકાના ઉપપ્રમુખ  વિરાજબેન દેસાઈ, અમદાવાદ સમિતિના પ્રાંતિયક્ષેત્રના રાજ્ય પ્રતિનિધિ ભરતભાઈ બચવાણી  વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ અંજાર તાલુકાના મંત્રી વીરેન્દ્રભાઈ પોમલે  રાષ્ટ્રભાષા પરીક્ષા સમિતિ વર્ધા દ્વારા વર્ષમાં બે વખત લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ અંગે વિગતો આપી હતી. હિન્દી ભાષા અન્ય ભાષાઓને જોડી રાખવાની કડી તરીકે કામ કરે છે તેમ આકાશવાણી ભુજ કેન્દ્રના પૂર્વ નિયામક, જિલ્લા સમિતિના ઉપપ્રમુખ જયંતીભાઈ જોષીએ જણાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ શંકરભાઈ સચદે કહ્યંy હતું કે, કચ્છમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે 10  તાલુકામાં સમિતિ બનાવવામાં આવી છે. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે  આશીર્વચન આપતા કહ્યંy હતું  કે, હિન્દી આપણી રાજભાષા છે. તેની મહત્ત્વતા સૌએ સમજવી જોઈએ. કાવ્યપઠન અને નિંબધ લેખન સ્પર્ધામાં વિજેતાઓને ઈનામ આપી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ નિર્ણાયક તરીકે  કાર્ય કરનારા  શેઠ ડી.વી હાઈસ્કૂલ અંજાર અને સી.જી. ગીદવાણી ગાંધીધામનું પણ પ્રમાણપત્ર સાથે બહુમાન કરાયુ હતું. બંને સ્પર્ધાના વિજેતાઓને ડો. કવિતા મીરા સચદે  સ્મૃતિ એવોર્ડ (ડો. કવિતા મીરા સચદે સ્મારક ટ્રસ્ટ) તેમજ તમામ સ્પર્ધકોને  `ભારત કો જાનોનામનું પુસ્તક  ભેટ અપાયું હતું. સ્વ. શાંતિલાલ શંભુલાલ પોમલના સ્મરણાર્થે હસ્તે કલ્પનાબેન પોમલે આયોજનમાં સહયોગ આપ્યો હતો. સંચાલન નિશા પંડયા, ઝીલ પંડયા, વીરેન્દ્રભાઈ પોમલે કર્યું હતું. 

Panchang

dd