• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

પાન્ધ્રોના યુવાનના અંગદાનથી ચાર લોકોને મળ્યું નવું જીવન

ભુજ, તા. 15 : લખપત તાલુકાના પાન્ધ્રો ગામના 30 વર્ષીય યુવાન માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ બે દિવસ પહેલા બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો. આ યુવાનના પરિવારજનોની ઈચ્છાનુસાર પાન્ધ્રોના કાનજીભાઈ ધનજીભાઈ ભદ્રુના હૃદય, લિવર અને કિડની જેવા અંગોના દાન થકી ચાર લોકોને નવું જીવન મળશે. ભુજની આયુષ હોસ્પિટલમાંથી ગ્રીન કોરીડોર રચી હૃદયને અમદાવાદની યુ.એન. મહેતા તો કિડની અને લિવરને કિડની હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલાયા હતા. બન્ને હોસ્પિટલમાંથી આવેલા તબીબોએ ઓપરેશન હાથ ધરી અંગોને સુરક્ષિત રીતે વિમાન માર્ગે અમદાવાદ પહોંચતા કર્યા હતા.અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે કહ્યું કે, કચ્છમાંથી હાર્ટનું દાન થતું હોય તેવો આ બીજો કિસ્સો છે. અગાઉ આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલમાંથી હાર્ડ ડોનેટ કરાયું હતું તો એક જ હોસ્પિટલમાંથી એક સાથે ચાર ઓર્ગન મોકલાયા હતા તેવો આ કચ્છનો પ્રથમ કિસ્સો છે. વણકર સમાજમાંથી આ પહેલું અંગદાન છે. આયુષ હોસ્પિટલના ડો. ઉપેન્દ્રસિંહ વાઘેલા સહિતનો તબીબી સ્ટાફ મદદરૂપ બન્યો હતો. હતભાગી યુવાનના પરિવારજન લાલજી હિરજી બાંભણિયાએ કહ્યું કે, 16 દિવસ પહેલા કાનજી ભદ્રુને અકસ્માત નડયો હતો. સારવાર દરમિયાન તેમની તબીયત સતત લથડતી જોવા મળી હતી. આ યુવાન અપરિણીત હતો. અંગદાન સમયે ઉપસ્થિતોએ ભાવપૂર્વક તબીબી સ્ટાફને વિદાય આપી હતી અને ભાવસભર દૃશ્યો સર્જાયા હતા. - કચ્છમાંથી આઠમું અંગદાન : કચ્છમાંથી આ આઠમું અંગદાન થયું હતું. અગાઉ કે.કે. પટેલમાંથી પટેલ ડિવાઈન લાઈફ અને લેવા પટેલમાંથી એક-એક બાદ હવે ઓર્ગન ડોનેટ માટે આયુષ હોસ્પિટલ પણ જોડાઈ હતી. એ દર્શાવે છે કે, કચ્છમા ં અંગદાન પ્રત્યે જાગૃતતા વધી રહી છે. 

Panchang

dd