ભુજ, તા. 4 : 1975માં ભુજ શહેરમાં એક ઘટના બની
હતી. એક જ પરિવારના તમામ સભ્યો તા. 23મી ફેબ્રુઆરી, રવિવારે જૈન દીક્ષા ગ્રહણ કરેલ, જેમાં માતા-પિતા-ભાઇ
અને બહેનનો સમાવેશ થતો હતો. દરમ્યાનમાં પિતા મુનિ મહાભદ્રસાગરજી સોળ વર્ષ પૂર્વે અને
માતા સાધ્વી બા મહારાજ અમિતગુણાશ્રીજી બે વર્ષ પૂર્વે માંડવી નજીક આવેલા શિવમસ્તુ જૈન
તીર્થમાં અવસાન પામ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે જૈન ધર્મના નિયમ
અનુસાર વર્ષાઋતુમાં જે ચાર માસ એક જ સ્થળે રહેવાનું હોતાં ઉપાધ્યાય પૂર્ણભદ્રસાગરજી જેઓ જૈન સમાજમાં તેજસ્વી
પ્રવકતા પ્રવજનકાર તરીકે જાણીતા છે અને દીક્ષા જીવનના 50 વર્ષમાં જેઓએ મુંબઇ, મહારાષ્ટ્ર, એમ.પી.,
યુ.પી., બિહાર (ઝારખંડ) તેમજ કચ્છ-ગુજરાત,
સૌરાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશોમાં ધર્મજાગૃતિ
અને ભારતીય સંસ્કૃતિ સાથે સદાચારની લહેર પ્રસરાવી છે. તેઓની સાથે એમના બહેન સાધ્વીજી
મહારાજ મહાપદમગુણાશ્રી, મૈત્રીગુણાશ્રી પણ ચાતુર્માસ અર્થે ઘણા
વર્ષો બાદ ભુજ આવી રહ્યા છે. આ ચાતુર્માસ સત્રના આયોજક અચલગચ્છ જૈન સંઘના અધ્યક્ષ પ્રમુખ
મહેન્દ્રભાઇ દામજી ઘીવાળાએ એક યાદીમાં જણાવ્યું
છે કે તા. 6-7-25 રવિવારના 9 વાગ્યે ભુજ ચાતુર્માસ અર્થે આવી રહ્યા છે. તેમના નગરપ્રવેશની તૈયારી ચાલી રહી છે. આ અવસરે
ભુજના સમસ્ત સંઘો અને અગ્રણી મહાનુભાવો કચ્છના જૈન સંઘો અને મુંબઇના ભક્ત પરિવારો સાથે
હાજર રહેશે. ચાર મહિના દરમ્યાન દરરોજ પ્રવચનો અને ધર્મ આરાધનાના કાર્યક્રમો યોજાશે
જેનો લાભ લેવા સાથે સૌને સહભાગી બનવા અનુરોધ કરાયો છે.