નવી દિલ્હી, તા. 4 : ત્રિનિદાદઅને
ટોબૈગોની યાત્રાએ પહોંચેલા પીએમ મોદીએ એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓને
વિશ્વાસ છે કે તમામ લોકો ભારતના વિકાસ ઉપર ગર્વ કરી રહ્યા હશે. નવા ભારત માટે હવે આકાશ
પણ સરહદ નથી જ્યારે ભારતનું ચંદ્રયાન ચંદ્ર ઉપર ઉતર્યું ત્યારે તમામ ભારતીયોને આનંદ
માણ્યો હશે. ભારતે લેન્ડિંગ પોઈન્ટનું નામ શિવ શક્તિ બિંદુ રાખ્યું છે. ભારતીય પ્રવાસીઓની
છઠ્ઠી પેઢીને `ઓવરસીઝ સિટિઝન
શિપ ઓફ ઈન્ડિયા' (ઓસીઆઈ) કાર્ડ આપવાની પીએમ
મોદીએ ઘોષણા કરી હતી. પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે, વર્તમાન
સમયે એક ભારતીય અંતરિક્ષ યાત્રી સ્પેસ સ્ટેશન ઉપર છે. ભારત માનવયુક્ત મિશન ગગન યાન
ઉપર કામ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં એક ભારતીય ચંદ્ર ઉપર ચાલશે. તેમજ ભારતનું પોતાનું
અંતરીક્ષ સ્ટેશન હશે. ભારત માત્ર તારા ગણતું નથી પણ તેના સુધી પહોંચવાની કોશિશ કરે
છે. ચંદ્રહવે દુર નથી. અંતરિક્ષમાં ભારતની ઉપલબ્ધિ માત્ર દેશની જ નથી, તેને પૂરી દુનિયા સાથે શેર કરવામાં આવે છે. આ પહેલાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
પીએમે ત્રિનિદાદના વડાપ્રધાનને રામ મંદિરની પ્રતિકૃતિ, સરયુનું
જળ સહિતની ભેટ આપી હતી. પીએમે
ત્રિનિદાદના વડાપ્રધાનને `િબહાર કી
બેટી' કહીને સંબોધ્યા હતા.