ભુજ, તા. 4 : શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં
વાહન ચોરી અંગે નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા શખ્સને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક
શાખાએ ઝડપી પાડી વાહન કબજે કર્યું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હાથ
ધરાયેલી કાર્યવાહીમાં મંગલમ ચાર રસ્તા બાજુથી ખેંગારબાગ તરફ જઈ રહેલા આરોપી હિરેનગિરિ
સુરેશગિરિ ગુંસાઈને પોલીસે ઝડપી પાડયો હતો અને એક્ટિવા અંગેના આધાર-પુરાવા મગાતાં તે
આપી શક્યો નહોતો. દરમિયાન, તેણે આ વાહન દોઢ માસ પહેલાં રઘુવંશશીનગરના
પાર્કિંગમાંથી ચોરી કર્યું હોવાની કેફિયત આપી હતી. પોલીસે વાહન કબજે કરી આગળની કાર્યવાહી
અર્થે આરોપીને એ-ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો હતો.