• શનિવાર, 05 જુલાઈ, 2025

ટગામાં દારૂ શોધવા ગયેલી પોલીસને મળી દેશી બંદૂક

ગાંધીધામ, તા. 4 : રાપર તાલુકાના ટગા ગામની સીમમાં એક વાડીમાં દારૂ પકડવા ગયેલી પોલીસને દેશી બંદૂક મળી આવી હતી. ટગા ગામની સીમમાં ભીમાવાડી તલાવડીની બાજુમાં બાઉદ્દીન ગુલમામદ હિંગોરજાની વાડીમાં અંગ્રેજી દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે વાડીએ આવી બાઉદ્દીનને સાથે રાખી તપાસ કરતાં ક્યાંય દારૂ મળ્યો નહતો, પરંતુ પીલુડીના ઝાડ પાસે ઘાસની તપાસ કરતાં અંદરથી દેશી હાથ બનાવટવાળી એક બંદૂક કિંમત રૂા. 5000વાળી મળી આવી હતી. આ બંદૂક તેણે કેવા ઉપયોગ માટે રાખી હતી તેમજ કોની પાસેથી લીધી હતી તે બહાર આવ્યું નહોતું, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd