ગાંધીધામ, તા. 4 : તાલુકાના ખારીરોહરમાં બે પક્ષ
વચ્ચે મારામારી થતાં બંને પક્ષના ચાર લોકો ઘવાયા હતા. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી
આગળની તપાસ હાથ ધરી છે. ખારીરોહરમાં રહેતા જુસબ ઉર્ફે ડુ મામદ નિગામણાએ અસલમ સુલેમાન
પરીટ, ઈબ્રાહીમ સુલેમાન પરીટ, સુમાર કોરેજા, જુનસ કારા કોરેજા, મુસ્તાક ઉર્ફે સુર્યો કોરેજા, ફારૂક મામદ બુચડ,
નજીર ઈબ્રાહીમ પરીટ તથા ઈબ્રાહીમ અદા કોરેજા, ફારૂક
કારા કોરેજા અને 60 વર્ષીય અજાણ્યા
શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. મોહરમના કાર્યક્રમમાં અસલમ, સુમાર, જુનસ, અંજુમબેન સાથે આરોપીઓએ ઝઘડો કરી તેમને ભગાડી દીધા હતા અને બાદમાં ઝઘડો કરવાની
તૈયારી કરતાં ફરિયાદી તેમને સમજાવવા જતાં આરોપીઓએ તેમને ઘેરી લઈ પતાવી દેવાના ઈરાદે
ધારિયા, પાઈપ વડે હુમલો કર્યો હતો. ફરિયાદીએ રાડારાડ કરતાં અન્ય
લોકો આવી જતાં આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. બીજી બાજુ ફારૂક અયુબ બુચડે હારૂન મામદ
નિગામણા, રજાક મામદ નિગામણા, નૂરમામદ ઉર્ફે
નૂરી નિગામણા, સમીર હારૂન, સાલેમામદ,
જુસબ ઉર્ફે જુનસ મામદ નિગામણા અને મામદ સુમાર નિગમણા વિરુદ્ધ ફરિયાદ
નોંધાવી હતી. મોહરમ નિમિત્તે ફરિયાદી પડમાં બેઠેલા હતા ત્યારે હારૂને બોલાવતાં ફરિયાદી
ત્યાં ન જઈ માતા સાથે ઘરે ગયો હતો. બાદમાં તે ઘરે હાજર હતી ત્યારે આરોપીઓ ત્યાં આવી
ભાણેજ સાથે પાંચેક દિવસ પહેલાં કેમ ઝઘડો કર્યો
હતો તેમ કહી ધારિયા, છરી વડે હુમલો કરતાં ફરિયાદી તથા ઈબ્રાહીમ
સુલેમાન પરીટ, શકીનાબેનને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘવાયેલાઓને સારવાર
અર્થે લઈ જવાયા હતા. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.