• શનિવાર, 05 જુલાઈ, 2025

મહારાષ્ટ્રમાં ભાષાવિવાદ મુદ્દે રાજનીતિ ગરમ

મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રમાં ભાષાનો વિવાદ અને રાજનીતિ વકરી છે. મહારાષ્ટ્રમાં આજે જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેંશન સેન્ટરનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ હતું અને એ વખતે સમારોહમાં બોલતા મહારાષ્ટ્રનાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ `જય ગુજરાત'નું સૂત્ર પોકારતાં અમિત શાહનાં ભરપૂર વખાણ કરેલા. આખરે મહારાષ્ટ્રનાં રાજકારણમાં નવું ઘમસાણ મચી ગયું હતું. શિંદેએ નારો લગાવ્યો હતો કે, `જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત'. જેની સામે શિવસેના(યુટીબી) દ્વારા જોરદાર વાંધો લેવામાં આવ્યો છે. શિવસેના-યુટીબીનાં નેતા કિશોરી પેડનેકરે કહ્યું હતું કે, શિંદેએ આજે અમિત શાહ સામે જય ગુજરાતનો નારો લગાવ્યો છે. તો શું હવે અહીં હિન્દીની સાથે ગુજરાતી ભાષા પણ શીખવી પડશે? આ લોકો બાલાસાહેબ ઠાકરેને આદર્શ માનવાનાં ઢંઢેરા પીટે છે તો શું ક્યારેય તેમણે જય ગુજરાત કહ્યું હતું? શું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસી આવું બોલ્યા? તેમને પણ આ યોગ્ય નહીં લાગે. આ પહેલા સમારોહને સંબોધતા શિંદેએ કહ્યું હતું કે, ગુજરાતી સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અહીં કોઈ ચીજની કમી નથી કારણ કે તમે બધા લક્ષ્મીનું સંતાન છો. જે કાર્યનું વડાપ્રધાન મોદી ભૂમિપૂજન કરે તે ગતિથી પૂરું થાય છે. જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેંશન સેન્ટરનું ભૂમિપૂજમ મોદીએ અને લોકાર્પણ અમિત શાહ દ્વારા કરવામાં આવી રહ્યું છે.  દરમિયાન શિંદેની શિવસેના દ્વારા ઉદ્ધવનાં પક્ષ સામે જવાબી હુમલામાં ઉદ્ધવ ઠાકરેનો એક જૂનો વિડીયો પણ જારી કરવામાં આવ્યો હતો.   

Panchang

dd