• મંગળવાર, 01 જુલાઈ, 2025

પાન્ધ્રો વિસ્તારમાં વારંવાર વીજ સમસ્યાથી લોકો ત્રસ્ત

દયાપર (તા. લખપત), તા. 30 : તાલુકાના ઔદ્યોગિક વસાહત વર્માનગર ખાતે વીજ ધાંધિયાથી એકતાનગર નવાનગરના રહેવાસીઓ ત્રસ્ત થયાં છે આજે વેપારી મંડળ સહિતના અગ્રણીઓએ દયાપર વીજ કચેરીએ આવેદનપત્ર આપી વર્માનગરને ગોધાતડ ફીડરમાં જોડવા માંગ કરી હતી. વર્માનગર વેપારી મંડળના પ્રમુખ શક્તિસિંહ ઝાલા ભાજપના અગ્રણી કુલદીપસિંહ ચાવડા, આગેવાન દરિયાખાન રાયમા, ગણપતભાઈ અલી મેમણ, દાનુભા સોઢા, ઝુઝારદાન ગઢવી, કમલેશ ઠક્કર વિ. એકતાનગરના રહેવાસીઓએ દયાપર કચેરીમાં નાયબ ઈજનેરને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે પાન્ધ્રો ગ્રામ પંચાયત હેઠળ 10 ગામ છે. તેમાય એકતાનગરમાં 200 વેપારી છે, દૂધ ડેરી પણ છે. વરસાદ આવે ને વીજ પુરવઠો બંધ થઈ જવાની, હાલમાં કેબલ નખાયા હોવા છતાં પણ વીજ સમસ્યા યથાવત રહેવાની તથા કોટેશ્વર ફીડર વારંવાર બંધ થઈ જવા બાબતે ફરિયાદ કરાઈ હતી તેમજ નોધાતડ ફીડરમાં વીજ પુરવઠો જોડવા માંગ કરાઈ છે અને જો પ્રશ્ન હલ ન થાય તો ધરણાની પણ ચીમકી પાન્ધ્રો ગ્રા. પં. અને વેપારી મંડળએ પત્રમાં અપાઈ હોવાનું જણાવાયું હતું.

Panchang

dd