ભુજ, તા. 29 : કચ્છ મહિલા વિકાસ સંગઠન ગત
4 વર્ષથી કાર્બનએજ કંપનીના સહયોગથી 4-5 વર્ષથી ડ્રોપઆઉટ કિશોરીઓ માટે 10/12 ધોરણના બોર્ડ માટે તેમને તૈયાર કરતા પૂરક વર્ગ ચલાવી રહ્યા છીએ.
અંજાર, ગાંધીધામ, માંડવી,
ભચાઉ, અબડાસા, રાપર અને ભુજના
અંતરિયાળ 100 જેટલા ગામો
તથા વિસ્તારોમાં આ યજ્ઞ ચલાવાઇ રહ્યો છે. ગામના સરપંચ, આગેવાનો અને દરેક દીકરીના માતા-પિતાનો સારો સહયોગ મળી રહ્યો છે. આ સેન્ટરની 800 કિશોરીઓએ બોર્ડની પરીક્ષા આપી, જેનામાંથી 400 જેટલી કિશોરીઓ સફળતા હાંસલ
કરી. હવે તે સૌ શાળા- કોલેજમાં શિક્ષણના પથ પર આગળ વધશે. 100 જેટલી કિશોરી મુખ્ય પ્રવાહમાં
જોડાઇ છે. કચ્છ મહિલા વિકાસ સંગઠન હજુ આ યજ્ઞને આગળ વધારવા કટિબદ્ધ છે. સંસ્થાના આ
કાર્યને બિરદાવવા કુરન ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત
કચ્છ મહિલા વિકાસ સંગઠન ભુજ દ્વારા શાળા છોડી ગયેલ 500 જેટલી કિશોરીઓને ફરીથી શિક્ષણ લેવા માટે પ્રોત્સાહિત કરી તેમના
માટે 40 અખર સેન્ટર શરૂ કર્યાં છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા
સન્માનપત્ર એનાયત કરાયું હતું.