• મંગળવાર, 01 જુલાઈ, 2025

ભુજ બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળે વ્યક્તિ વિકાસલક્ષી સ્પર્ધા યોજી

ભુજ, તા.29 :  ભુજ બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા વ્યક્તિ વિકાસલક્ષી હરીફાઈઓ મંડળના પ્રમુખ દયાગૌરીબેન મચ્છરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. જેમાં જ્ઞાતિના પાંચથી 73 વર્ષની ઉંમરના 76 હરીફે ભાગ લીધો હતો. રંગપૂરણી, નિબંધ લેખન, વેસ્ટમાંથી બેસ્ટ, હું શ્રેષ્ઠ ગુજરાતણ, ભજન અને લગ્નગીત ગાવાની હરીફાઈઓ યોજાઈ હતી. રંગપૂરણી હરીફાઈમાં વુલ્મિ કુલદીપ છાટબાર, નવ્યા વિમલ છાટબાર, ત્રિસા આશિષ રાજાવાઢા, નિબંધલેખનમાં માનસ મનિષ ધાંધા, રીવા દિપેશ શનિશ્ચરા, મનન રાજેશ છાટબાર, નિબંધલેખન (યુવક વિભાગ)માં રંજનબેન મહેશ મચ્છર, જીલ જૈનેશ મચ્છર, દીપા કાંતિલાલ દુબલ, વેસ્ટમાંથી બેસ્ટમાં મીનાબેન હિમાંશુ સોનેજી, પ્રિયંકા તેજસ ભેડા, મહિમા ગિરીશ કાકુ, હું શ્રેષ્ઠ ગુજરાતણમાં હિનાબેન પરિમલ લિયા, અરૂણાબેન નરેન્દ્રભાઈ ટાટારિયા, મીનાબેન શૈલેષભાઈ લિયા, ભજન સ્પર્ધામાં ભાવિકાબેન જીજ્ઞેશભાઈ બોસમિયા, સાગર ચંપકલાલ નિર્મળ, ઝીલ જૈનેશ મચ્છર, હીના પરીમલ લિયા, લગ્નગીત હરીફાઈમાં દીપાબેન કાંતીલાલ દુબલ, હંસાબેન જીતેન્દ્ર સોનેજી, નિહારીબેન હિમાંશુ સોનેજી, દીયા કમલેશ લિયા વિજેતા થયા હતા. નિર્ણાયક તરીકે પ્રતિમાબેન સોનપાર, રીમાબેન ખત્રી, ઉષાબેન મચ્છર, કિશોરભાઈ લિયા, વાસુદેવભાઈ ભેડા, વેલજીભાઈ મચ્છરે સેવા આપી હતી. સંચાલન મંડળના મંત્રી પલ્લવીબેન લિયા અને નિલમબેન છાટબારે કર્યું હતું. ઈનામ માટે સ્વ. કલાવંતીબેન મચ્છર, ખીમજી લાલજી મચ્છર, મુલખરાજ ખન્ના, સ્વ. લક્ષ્મીદાસ મામતોરા સહિતનો સહયોગ મળ્યો હતો. જ્ઞાતિ પંચાયતના પ્રમુખ કુંદનભાઇ ટાટારિયા, યુવક મંડળના પ્રમુખ કિશોર લિયા, વર્ષાબેન મચ્છર, જયંત મચ્છર, વેલજી મચ્છર, પ્રાણજીવન લિયા, ચંદ્રકાંત ટાટારિયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રીતિબેન મચ્છર, પલ્લવીબેન મચ્છર, મેનાબેન કપૂર, નિરૂપાબેન ખત્રી, સુધાબેન સોનેજી, જાગૃતિબેન કારાતેલા, ભાવિકાબેન બોસમિયા, બાલાબેન સોનેજી, મધુબેન સોનેજી, નિલમબેન વલેરા, અરૂણાબેન ટાટારિયા, પુષ્પાબેન રાજાવાઢાએ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા હરેન્દ્રભાઈ દુબલ, અશ્વિન મચ્છર, ભાવિન મણિઆર, કિશોર ઘેલાએ જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd