મુંદરા, તા. 29 : તપગચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ
જિનાલય ખાતે સામૈયું સાથે ચાતુર્માસ પ્રવેશ યોજાયો હતો. પૂ. આ. ભ. તીર્થ ભદ્રસૂરીશ્વરજી
મહારાજના શિષ્ય તીર્થવંદનજી મ. સા. આદીઠાણા ત્રણ તથા સાધ્વીજી ચારૂપ્રસન્નાજી મ.સા.
આદીઠાણા ત્રણ એમ છ મહાત્માનો ચાતુર્માસ પ્રવેશ ઊજવાયો હતો. બસ સ્ટેશનથી માંડવી ચોક
થઈને જિનાલય ખાતેનાં સામૈયામાં મ.સા.ને આવકાર અપાયો હતો. મ.સા.એ માંગલિકમાં જણાવ્યું
હતું કે, ચાતુર્માસના પાંચ મહિના જીવનમાં ઊતારજો,
તો ચાતુર્માસ સાર્થક ગણાશે. ચાતુર્માસ માસ દરમ્યાન 20 સ્થાનક તપ કરાવામાં આવશે. જૈન સંઘના પ્રમુખ હરેશ મહેતા તથા માજી પ્રમુખ વિનોદ
ફોફડિયાએ જણાવ્યું હતું કે, ચાતુર્માસ
દરમ્યાન વિવિધ અનુષ્ઠાનો ઉપરાંત પર્યુષણ પર્વ ઊજવાશે. મ.સા.ને કામળી વહોરાવવાનો તથા
ગુરુપૂજનનો લાભ સામુબેન હીરાચંદ લાલચંદભાઈ ગઢેચા અંજારવાળા પરિવારે લીધો હતો. ધાર્મિક
ગ્રંથ વહોરાવવાનો લાભ મહેતા હીરૂબેન કાંતિલાલ મહેતા તથા હેમકુંવરબેન ઘોડા પરિવાર સુરતવાળાએ
લીધો હતો. મહાત્માઓની સારવાર કરતા ડો. હર્ષદ ગોસ્વામીનું સન્માન કરાયું હતું. આં ટાકણે પારસ ફોફડિયા, પપુ વોરા, સાગર મહેતા, વિમલ મહેતા,
વાગડ વિકાસ સંઘના પ્રમુખ લક્ષ્મીચંદ ચરલા, કાંતિ
મહેતા, શાતિભાઈ મહેતા, જીતુ મહેતા,
હાર્દિક સંઘવી, સતીષ મહેતા, સુરેશ મહેતા, દીપક શાહ, પંકજ શાહ,
નરેન્દ્ર મહેતા, અરાવિંદ કોરડિયા, નવીન મહેતા, અશ્વિન મહેતા, દિનેશ
મોરખિયા, ધવલ મહેતા, રિતેશ પરીખ,
હાર્દિક સંઘવી, મિલન મહેતા, વૈભવ મહેતા, મૌલિક મહેતા, ચિરાગ
મહેતા, ચંદ્રકાંત મહેતા, પ્રભુભાઈ મહેતા,
પુનિત મહેતા, કિરિટ મહેતા, જિજ્ઞેશ મહેતા, વિપુલ મહેતા, હસમુખ
શાહ, રૂષભ સંઘવી, સંકેત સંઘવી તથા સમગ્ર
કચ્છ, સુરત, વલસાડ, મુંબઈથી ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભરત
મહેતાએ કર્યું હતુ. નિકુંજ મહેતાએ વ્યવસ્થા સંભાળી હતી. એમ તપગરછ જૈન સંઘના સહમંત્રી
વિનોદ મહેતાની યાદીમાં જણાવાયું છે.