ભુજ, તા. 20 : શહેરના નરનારાયણ નગર ખાતે વર્ષ
2015-16માં ગટરલાઇનનું કામ થયું હોવા
છતાં હજુ પણ આ વિસ્તારની સમસ્યા યથાવત્ રહી હોવાની ફરિયાદના આધારે ગઇકાલે દિલ્હીથી
ટીમ નિરક્ષણાર્થે આવી હતી. આ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરનારા નરેન્દ્રભાઇ ઠક્કર તેમજ
રહેવાસીઓના જણાવ્યા અનુસાર નરનારાયણ નગર ખાતે વર્ષ 2015-16માં અમૃત યોજના પાર્ટ-એક તથા બેમાં ગટરલાઇન નખાઇ હતી પરંતુ તે
નાની અને લેવલ વિના તેમજ નબળી હોવાથી સમગ્ર વિસ્તારમાં ગટરનાં પાણીની સમસ્યા સર્જાતાં
લોકો હેરાન-પરેશાન બન્યા હતા. આ અંગે ઉચ્ચ કક્ષા સુધી વારંવાર ફરિયાદ કરતાં અંતે ગઇકાલે
ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયની સૂચનાને પગલે ગઇકાલે દિલ્હીથી ટીમ આવી સમગ્ર કામનું
નિરીક્ષણ કર્યું હતું. આ તકે દિગુભા જાડેજા તેમજ રહેવાસીઓ ગૌરીશંકર મોતા, ધીરજભાઇ રામાણી, ભક્તિબેન
અરનાણી, રેખાબેન જાડેજા, મીનાબેન દાવડા
સહિતનાએ ટીમના અધિકારીઓ સમક્ષ વ્યથા ઠાલવી હતી.