• મંગળવાર, 01 જુલાઈ, 2025

મુન્દ્રામાં તમાકુ નિયંત્રણ કાયદા હેઠળ દંડ કાર્યવાહી : 7 કેસ

મુન્દ્રા,તા.18 : તમાકુમુક્ત સમાજ માટે સરકારના નિર્દેશન હેઠળ મુન્દ્રા તાલુકામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 હેઠળ કાર્યવાહી થઇ હતી. જેમાં બસ સ્ટેશન વિસ્તાર, શાળા આસપાસ વેચાણ સહિત 7 કેસમાં દંડ કરાયો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતોના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ખાતું, એસ.ટી. વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટિયાની આગેવાની હેઠળ  ઝુંબેશમાં દંડનીય કાર્યવાહી થઇ હતી. શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ નિષેધ, કલમ-7 હેઠળ તમાકુ સંબંધિત વસ્તુઓ પર `સ્વાસ્થ્ય માટે હાનિકારક છે` તેવું લખાણ હોવું ફરજિયાત હોવાની સમજણ સાથે નિયમોની જાણકારી પણ આપવામાં આવી હતી.  બંદર રોડ પર શાળાઓથી 100 મીટરની ત્રિજ્યામાં આવેલી દુકાનો અને કેબિનોમાં જાહેરમાં તમાકુ અને તેની બનાવટોનું વેચાણ કરતા ધંધાર્થીઓ તેમજ એસ.ટી. ડેપો, સરકારી દવાખાના જેવા જાહેર સ્થળોએ તમાકુની બનાવટનો ઉપયોગ કરતા લોકો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ઠુંમ્મરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ભરત બી. સોલંકી, ડેપો મેનેજર વિશાલપુરી ગોસ્વામી, આરોગ્ય વિભાગના ગીરીશ પટેલ અને દર્શન રાઠોડનો સહયોગ રહ્યો હતો.  મુન્દ્રા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. મંથન એલ. ફફલે આરોગ્ય કર્મચારીઓનાં ટીમ વર્ક પર ભાર મૂકયો હતો. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફિસર ડો. સંજય યોગીએ તમાકુના નુકસાન અંગે સમજણ આપી હતી. રતાડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર પ્રકાશ ઠક્કરે વ્યસનમુક્તિની સાથે તણાવમુક્તનાં  ઉપાયોનું સૂચન    કર્યું હતું. 

Panchang

dd