દયાપર (તા. લખપત), તા. 18 : દયાપર પાસે
આવેલાં ઐતિહાસિક કોરાનગરનાં જાગેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલાં તળાવનાં મરંમત કાર્યનો
પ્રારંભ કરાયો હતો. દયાપરના સરપંચ જયાબેન હસમુખભાઇ પટેલ તથા કચ્છ જિલ્લા ઇતિહાસ પરિષદના
ઉપાધ્યક્ષ વિશ્વનાથ જોષીના હસ્તે શ્રીફળ વધેરી મરંમત કાર્યનો પ્રારંભ કરાયો હતો. કચ્છ
જળમંદિર અભિયાન અંતર્ગત તળાવનો જીર્ણોદ્ધાર કરી વરસાદી પાણીના સંગ્રહ માટે `સુખનું સાચું સરનામું' બનશે તેવો નિર્ધાર કચ્છ સરહદ ડેરીના વાઇસ ચેરમેન
હસમુખભાઇ પટેલે વ્યક્ત કર્યો હતો. પૂર્વ સરપંચ ભવાન પટેલ, જીવદયા
મિત્ર મંડળના પ્રમુખ પુનિત ગોસ્વામી, તલાટી મંત્રી આહીરભાઇ વિગેરે
ઉપસ્થિત રહી જળસંગ્રહના કાર્યને બિરદાવ્યું હતું.અનિલભાઇ શાહ કોક્રીંન ઇન્ડિયા ફાઉન્ડેશન
અને ગ્રામ પંચાયતના સહયોગથી આયોજિત જળસંગ્રહ કામમાં કચ્છ ફોડર, ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, સેતુ અભિયાન સંસ્થા
પણ જોડાયેલી રહેશે. તળાવની પાળને વ્યવસ્થિત કરી, જંગલી ઝાડી હટાવી
તળાવમાંથી માટી કાઢી વધુ ઊંડું બનાવાશે, તેવી માહિતી અપાઇ હતી.