કોટડા (આથમણા) (તા. ભુજ),
તા. 18 : કાશ્મીરના
પુલવામા-પહેલગામમાં ફરજ બજાવનારો અનિલ રણમલ મહેશ્વરી નામનો યુવાન ગામમાં આવતાં વડેરાઓએ
તેની પીઠ થાબડી હતી, તો ગ્રામ પંચાયત
અને ગામની મિશન હરિઓમ સંસ્થા દ્વારા તેનું સન્માન કરાયું હતું. ખેતમજૂર પરિવારના કુંવરબેન
રણમલ મહેશ્વરીનો પુત્ર અનિલ કાશ્મીરના પુલવામા-પહેલગામમાં સી.આર.પી.એફ.માં ફરજ બજાવે
છે, જે પ્રથમ વખત રજામાં આવતાં ગ્રામ પંચાયત અને સંસ્થા દ્વારા
તેનું સન્માન કરાયું હતું. પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કરાયો ત્યારે આ યુવાન
કાશ્મીરમાં ફરજ બજાવતો હતો. ગામના સરપંચ મનસુખભાઇ માકાણી, નર્મદાબેન
માકાણી, જિ.પં. સભ્ય નારાણભાઇ મહેશ્વરી, મિશન હરિઓમના સંચાલક હરિલાલભાઇ ભાનુશાલીએ તેમનું શાલ-પુરસ્કાર આપી સન્માન કર્યું
હતું. આ અવસરે માજી સરપંચ વીરાભાઇ કાયા, દેવાભાઇ રબારી,
રમણ માકાણી, માયાભાઇ, સામજીભાઇ,
લધુભાઇ કાયા, મનસુખભાઇ માકાણી તેમજ મોટી સંખ્યામાં
રાષ્ટ્રપ્રેમી દેશ ભક્તોએ હાજર રહી તેને તેની દેશ સેવા બદલ બિરદાવ્યો હતો.