ગાંધીધામ, તા. 18 : તત્કાલીન સમયની ગાંધીધામ નગરપાલિકાએ
10 વર્ષ દરમિયાન વરસાદી નાળાઓ
અને માર્ગો પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે. આયોજન વગર થયેલા કામોના કારણે જોડિયા
શહેરોના માર્ગો જળમગ્ન રહે છે.જેનું પરિણામ લોકોને ભોગવવું પડી રહ્યું છે.સોમવારે પડેલા
વરસાદ થી જોડિયા શહેરો જડબંબાકાર થયા હતા અને મંગળવારે અનેક માર્ગો પણ પાણીથી લબાલબ
ભર્યા છે.મનપાયે ખાલી પ્રયાસ જ કર્યો છે.પણ પાણી નિકાલનો કોઈ તોડ નથી. લોકો ઘરની બહાર
નીકળે એટલે પાણીમાં થઈને પસાર થવું પડે તેવી સ્થિતિ છે.અને હવે રોગચાળાનો ખતરો પણ મંડરાઇ
રહ્યો છે.જેના પગલે લોકોમાં તંત્ર સામે આક્રોશ છે. ગાંધીધામ મનપા કચેરી ની બાજુમાં
અગ્રેસન ભવનની સામેનો માર્ગ પાણીથી ભર્યો છે, એમ્પાયર હોટલ થી નાઈન બી તરફ જતો માર્ગ આંતરિક માર્ગો કરતાં ઊંચો છે અને પાણી
નિકાલની કોઈ વ્યવસ્થા નથી જેના કારણે આંતરિક માર્ગો ઉપર પાણી ભરાયા છે.ભારતનગરની અનેક
સોસાયટીઓમાં તેમજ મુખ્ય માર્ગો ઉપર તળાવ જેવી સ્થિતિ છે. આદિપુરના અનેક વિસ્તારોમાં
ઠેક-ઠેકાણે પાણી ભરાયેલા છે ગાંધીધામના ગણેશ નગર મહેશ્વરી નગર સેક્ટર વિસ્તાર તથા આદિપુર
સહિત જોડિયા શહેરોના લગભગ વિસ્તારોમાં ક્યાંક તળાવ જેવી સ્થિતિ છે ક્યાંક માર્ગો જળમગ્ન
છે તો ઘણી જગ્યાઓ ઉપર મોટા મોટા ખાડાઓ પાણીથી ભરાયેલા છે અને હવેની સ્થિતિએ માખી મચ્છર
નો ઉપદ્રવ વધવાની સંભાવનાઓ છે જેના કારણે રોગચાળાનો પણ ખતરો ઉભો થયો છે. તત્કાલીન સમયે
નગરપાલિકા દ્વારા લગભગ 14 કરોડના ખર્ચે
વરસાદી નાળાઓનું નવીનીકરણ કરાયું હતું. સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી રૂપિયા ખર્ચાઈ
ગયા વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો થયા પણ પાણીનું નિકાલ થતો નથી. મહાનગરપાલિકાના વહીવટી
પાણી નિકાલ માટે તોડફોડ શરૂ કરાય છે પણ પાણી નિકાલનો કોઈ યોગ્ય તોડ મળતો નથી આગામી
દિવસોમાં શું પગલાં ભરાય છે તે જોવાનું રહ્યું છે. - તાકીદે આરોગ્યલક્ષી કામગીરી
જરૂરી : જોડીયા શહેરોના મોટાભાગના વિસ્તારોમાં માર્ગો
ઉપર અને શેરીઓ ગલીઓમાં વરસાદી પાણી ભરાયેલા છે મહાનગરપાલિકાના મેલેરીયા વિભાગ દ્વારા
તાકીદે ભરાયેલા પાણીમાં બળેલું ઓઇલ, એબેટ, દવાનો છટકાવ સહિતની આરોગ્ય લક્ષી કામગીરી કરવી
જરૂરી છે નહીંતર ડેન્ગ્યુ, મેલેરીયા સહિતનો રોગચાળો માથું ઊંચકે
તેવી વકી છે. - ભારતનગરમાં નાળા ઉપરના 27 દબાણ હટાવ્યા : શહેરના ભારતનગરમાં વરસાદી નાળા ઉપર વ્યાપક
દબાણો થઈ ગયા હતા અને તેને સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ સમય મર્યાદામાં
તે દબાણ ન હટતા મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશનને જેસીબી થી દબાણ દૂર કર્યા હતા અને
ઘણા લોકો એસ્વેચ્છાએ દબાણ હટાવ્યા હતા તો પાણી નિકાલ માટે પાલિકાએ ખુદનું વર્ષો જૂનું નાલુ પણ તોડી નાખ્યું છે. આ નાળામાંથી
વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી જળબંબાકાર થયું હતું નાળું ચોકઅપ છે . સફાઈ સંભવ
નથી તો તંત્રએ નાળું જ તોડી નાખ્યું હતું.