ભુજ, તા. 1 : શહેરના ગાયત્રી મંદિરથી મંગલમ
જતા માર્ગે તેમજ પાટવાડી સમ્પ નજીક પાણીની મુખ્ય લાઈન તૂટતાં મરંમત કામ હાથ ધરાયું
હતું. જો કે, થોડા દિવસો પહેલાં જ આ
માર્ગને ડામરથી મઢાયો હતો. ત્યાં તેના પર ખોદકામ કરાતા લોકોમાં નારાજગની ફેલાઈ હતી.
ભુજમાં ગાયત્રી મંદિરથી મંગલમ તરફ જતા માગૃ આજે એકાએક પાણી નીકળવા માંડતાં સુધરાઈની
ટીમે મરંમત કામ હાથ ધર્યુ હતું. આ ઉપરાંત પાટવાડી સમ્પ નજીક પણ આજ રીતે માર્ગ પર પાણી
નીકળતાં રિપેર કરવાની કામગીરી આદરાઈ હતી. આ અંગે વોટર સપ્લાય શાખાના ઈજનરે શિવમ ગોસ્વામીનો
સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ઉપરોક્ત બન્ને સ્થળે તાજેતરમાં
જ નવો માર્ગ બનાવાયો હતો. સંભવત : ભારે રોડરોલર ચાલતાં મુખ્ય પાણીની લાઈન તે સમયે લીક
થઈ હોય અને તે લીકેજ વધી જતાં માર્ગ પરથી પાણી બહાર આવતાં આ વેડફાટ અટકાવવા તાત્કાલિક
ધોરણે મરંમત કામગીરી શરૂ કરાઈ હતી. શ્રી ગોસ્વામીએ ઉમેર્યું કે, કામગીરી પૂર્ણ થયે માર્ગ પર ફરી પેચવર્ક કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે,
ભુજના વર્ષોથી જ્યારે પણ નવા માર્ગો બને એટલે તેના પરથી પસાર થનારા ભુજવાસીઓએ
નવા રોડની લિજ્જત માણી હાશકારો મેળવે છે. તે પહેલાં જ કાં તો ગટર સમસ્યા અથવા તો પાણી
પ્રશ્ને નવા માર્ગ ખોદી નખાતું હોવાથી આ બાબતે ભુજના જાગૃતિ નાગરિકોમાં ભારે નારાજગી
ફેલાય છે. ખરેખર તો ભુજ સુધરાઈએ ગટર અને પાણીની મુખ્ય લાઈનોના નકસા માર્ગ કે,
અન્ય કામગીરી સમયે સાથે રાખવા જોઈએ જેથી તેમાં ક્ષતિ ન સર્જાય અને લોકોને
નવા માર્ગનો રાજીપો વર્ષો સુધી રહી શકે તેવી લાગણી જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે.