• સોમવાર, 12 મે, 2025

મુંબઇના વિજયરથ પર લગામ કસવાનો રાજસ્થાન સામે પડકાર

જયપુર, તા. 30 : પોતાની પાછલી મેચમાં 14 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીની 11 છગ્ગાથી ધમાકેદાર સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ જીત મેળવી હતી. સતત પાંચ મેચ હારનાર રાજસ્થાન રોયલ્સ ટીમમાં 14 વર્ષના વૈભવે જાન ફૂંકી છે. હવે આ ટીમ નવા જોશ અને જુસ્સા સાથે મુંબઇ ઇન્ડિયન્સના વિજયરથ પર લગામ કસવા ગુરુવારે મેદાને પડશે. પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ એમઆઇ સતત પાંચ મેચ જીતી પ્લેઓફ ભણી આગેકૂચ કરી રહી છે. આરઆરની પ્લેઓફની રાહ કઠિન છે. તેની ઘૂંઘળી આશાને જીવંત રાખવા મુંબઇ સામે કોઈ પણ સંજોગોમાં જીત મેળવવી પડશે. ટીમને વૈભવ સૂર્યવંશીના રૂપમાં આશાનું કિરણ મળી ગયું છે. કપ્તાન સંજૂ સેમસન અનફિટ હોવાથી વૈભવને મોકો મળ્યો અને હવે તે ક્રિકેટ જગતનો સિતારો બની ગયો છે. આરઆર કપ્તાન સંજૂ સેમસન મુંબઇ સામે વાપસી કરશે કે નહીં તે વિશે ટીમ મેનેજમેન્ટે કોઇ સ્પષ્ટતા કરી નથી. જો તે પુનરાગમન કરશે તો પણ ઓપનિંગમાં તે નહીં હોય. કોચ રાહુલ દ્રવિડ વૈભવ-યશસ્વીની જોડી તોડવાનો પ્રયોગ કે પ્રયાસ કરશે નહીં. આથી કપ્તાન સેમસને મીડલ ઓર્ડરમાં આવવું પડશે. આ મેચમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી અને દુનિયાના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર જસપ્રિત બુમરાહની ટક્કર રસપ્રદ બની રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd